દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક આ નોરતે અહીં જમાવશે રંગત

22 July, 2016 05:46 AM IST  | 

દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક આ નોરતે અહીં જમાવશે રંગત



આ નવરાત્રિમાં બોરીવલીમાં ડૉન બૉસ્કો સ્કૂલ પાસે પર્ફોર્મ કરવાના પોતાના પ્લાનની જાહેરાત કરતાં ફાલ્ગુની પાઠકે ગઈ કાલે કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૦થી વધુ વર્ષો બાદ આ વર્ષે પહેલી વાર હું બોરીવલીમાં પર્ફોર્મ કરવાની છું એ અત્યંત આનંદની વાત છે. હું અને મારું બૅન્ડ તાથૈયા નવાં ગીતોની પ્રૅક્ટિસ કરી રહ્યાં છીએ. ૧થી ૧૧ ઑક્ટોબર દરમ્યાન નવરાત્રિ ટાણે અમે એ ગીતો રજૂ કરીશું. હું નવરાત્રિ ઉત્સવનો વૉઇસ બની છું એ ભગવાનની કૃપાને આભારી છે.’

બોરીવલીમાં ફાલ્ગુનીના ગરબાનું આયોજન કરનાર શ્રેયા ઇવેન્ટ્સના સંતોષ સિંહે જણાવ્યું હતું કે ‘હું અને વિવિધ જ્ઞાતિ તથા ધર્મના મારા ભાગીદારો પુષ્પાંજલિ નવરાત્રિ ઉત્સવ-૨૦૧૬ને એક ભવ્ય ઇવેન્ટ બનાવવાની આશા રાખીએ છીએ. નવરાત્રિનું સૌથી મોટું નામ ફાલ્ગુની અમારી સાથે છે. બોરીવલીના ગુજરાતીઓ ૧૧ દિવસ સુધી રાસગરબાની મોજ માણી શકે એ માટે અમે બીજા લોકો સાથે પણ હાથ મિલાવીશું. આ વખતે નવરાત્રિમાં બે વીક-એન્ડ આવે છે એટલે એ દિવસોમાં મધરાત સુધી રમવાની પરવાનગી મળશે એવી અમને આશા છે.’