મુંબઈ : માહુલના રહેવાસીઓને ગોરાઈમાં હંગામી ધોરણે ફ્લૅટ્સ ફાળવાયા

07 March, 2020 07:48 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ : માહુલના રહેવાસીઓને ગોરાઈમાં હંગામી ધોરણે ફ્લૅટ્સ ફાળવાયા

આદિત્ય ઠાકરે રહેવાસીઓ સાથે

પર્યાવરણ વિભાગના પ્રધાન આદિત્ય ઠાકરેએ ગઈ કાલે માહુલમાં રહેતા ૧૦ પરિવારોને તેમના નવા ઘરની ચાવી સોંપતાં લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં. પાલિકાએ ૨૦૬ ફ્લૅટ્સ માહુલના રહેવાસીઓને ફાળવ્યા હોઈ બાકીના પરિવારો આજે બીએમસીના અધિકારીઓ પાસેથી તેમના ઘરની ચાવી મેળવી શકશે.

માહુલના રહેવાસીઓને ફાળવવામાં આવેલા ફ્લૅટ્સ ચાલુ મહિનાની શરૂઆતમાં મ્હાડા તરફથી બીએમસીને સોંપવામાં આવ્યા હતા. ફ્લૅટની સોંપણી વખતે આ ફ્લૅટ ૧૧ મહિનાના ભાડા-કરાર પર નથી આપવામાં આવી રહ્યા તેમ જ ત્રણ વર્ષ કરતાં વધુ સમય માટે નહીં મળી શકશે એવી સ્પષ્ટતા કરાઈ હતી. આ શરતો સંદર્ભે પૂછપરછ કરાતાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે અમે માહુલના રહેવાસીઓના રહેઠાણની સમસ્યા પર કામ કરી રહ્યા છીએ, હાલમાં તેમને માહુલમાંના તેમના ઘરનો મુદ્દો ઉકેલાઈ જાય અને ગોરાઈના ઘરની તેઓ વ્યવસ્થિત રીતે જાળવણી કરે ત્યાં સુધી હંગામી ધોરણે ગોરાઈમાં ફ્લૅટ ફાળવવામાં આવ્યા છે.

સરકાર ચાલુ વર્ષમાં જ ઑઇલ રિફાઇનરી અને પીએપી સેટલમેન્ટની વચ્ચે ગ્રીન બફર ઝોન શોધી કાઢશે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઑઇલ રિફાઇનરી કંપનીઓને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નિર્દિષ્ટ ધોરણોનું પાલન કરવા માટે ચાલુ વર્ષનો જૂન મહિના સુધીનો સમય આપ્યો છે અને તેમ ન કરતાં આ રિફાઇનરીઓને બંધ કરવાની નોટિસ આપવામાં આવશે.

mumbai news vishal singh aaditya thackeray brihanmumbai municipal corporation