મુંબઈમાં ફરી શરૂ થશે હુક્કા પાર્લરો સુપ્રીમ ર્કોટે પ્રતિબંધ હટાવી લીધો

09 December, 2014 05:26 AM IST  | 

મુંબઈમાં ફરી શરૂ થશે હુક્કા પાર્લરો સુપ્રીમ ર્કોટે પ્રતિબંધ હટાવી લીધો




જે હોટેલોમાં સ્મોકિંગ ઝોન હોય ત્યાં હુક્કા પાર્લર્સ ચલાવવામાં વાંધો નથી એવું જïણાવીને આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. જે હોટેલો પાસે તમાકુનાં ઉત્પાદનો વેચવા માટેનાં લાઇસન્સ હોય ત્યાં આ ઉત્પાદનો વેચી શકાશે. ત્રણ વર્ષ પહેલાં હુક્કા પાર્લર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવતાં ગેરકાયદે રીતે હુક્કા પાર્લર્સ ચાલતાં હતાં. બીજા રાજ્યોમાં અને શહેરોમાં હુક્કા પાર્લર્સ ચાલતાં હોવાથી મુંબઈના હુક્કા પાર્લર્સના માલિકોએ સુપ્રીમ ર્કોટના દરવાજા ખખડાવ્યા હતા. તેમની અરજીના અનુસંધાનમાં સુપ્રીમ ર્કોટે પ્રતિબંધ હટાવી લીધો છે.

સંબંધિત કાયદાના અમલ માટે વિવિધ સુધરાઈઓને તમાકુનાં ઉત્પાદનોનાં વેચાણ માટે કડક શરતો મૂકવાની છૂટ વિવિધ હાઈ કોર્ટોનાં અગાઉનાં જજમેન્ટ પણ સુપ્રીમ ર્કોટે રદબાતલ કયાર઼્ છે. આ રીતે મદ્રાસ, મુંબઈ અને ગુજરાત હાઈ કોટ્ર્સના તમાકુનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકતા આદેશો બેન્ચે રદ કર્યા છે.

બેન્ચે જણાવ્યું હતું કે ‘શિક્ષણ-સંસ્થાઓની આસપાસ ૧૦૦ યાર્ડના વિસ્તારમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ન હોય એવા ગ્રાહકોને સિગારેટ્સ કે તમાકુનાં બીજાં ઉત્પાદનો વેચવાની છૂટ છે. સુધરાઈએ લાઇસન્સ આપ્યું હોય એવા કોઈ પણ પ્રિમાઇસિસમાં સિગારેટ્સ કે બીજાં તમાકુનાં ઉત્પાદનો વેચવાની બંધી નાખતી કોઈ પણ કન્ડિશન અપવાદો ઊભા કરે છે. પરિસ્થિતિ એવી ખરાબ છે કે લાઇસન્સધારકને જે જગ્યામાં ધંધો કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હોય એ જગ્યામાં એ તમાકુ કે તમાકુનાં ઉત્પાદનો વેચી શકે નહીં એવી પરિસ્થિતિ જોવા મળે છે.’