આર્થર રોડ જેલે કઈ રીતે કર્યો કોરોનાને પરાસ્ત

14 August, 2020 08:51 AM IST  |  Mumbai Desk | Vishal Singh

આર્થર રોડ જેલે કઈ રીતે કર્યો કોરોનાને પરાસ્ત

પ્રતીકાત્મક તસવીર

આર્થર રોડ જેલમાં મે મહિનામાં કોવિડ-19ના નોંધાયેલા કુલ ૧૮૧ કેસમાંથી હવે માત્ર એક જ પૉઝિટિવ કેસ નોંધાયો છે, જે માટે આર્થર રોડ જેલમાં વ્યાયામ, સારો આહાર અને સ્વચ્છતાનું પાલન કરીને રોગચાળાને હરાવી શકાયો છે. જેલના આઇજી અને ડૉક્ટરોએ એક માર્ગદર્શિકા તૈયાર કરી, જેનું સવારથી રાત સુધી સખત રીતે પાલન પાલન કરવામાં આવતું હતું. આઇજીએ કેદીઓને સ્વસ્થ આહાર મળે એની ખાતરી કરી હતી.

ત્રણ બૅરેકને આઇસોલેશન-રૂમમાં ફેરવવામાં આવી

કેટલાક પેશન્ટની હાલત કથળતાં હાઈ કોર્ટના આદેશને અનુસરતાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેલમાંથી ગિરદી ઓછી કરવા અનેક કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
જેલના અધિકારીએ જણાવ્યા મુજબ જેલમાં કોવિડ-19નો પ્રથમ કેસ બીજી મેએ નોંધાયો હતો અને ટુંક સમયમાં ૨૮ કર્મચારીઓ સહિત જેલમાં કુલ ૧૮૧ લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. જેલના આઇજી દીપક પાંડેએ કોવિડ-19ને ડામવા હૉસ્પિટલના ડૉક્ટરો સાથે મળીને પેશન્ટની સારવાર પર ધ્યાન આપવાની યોજના તૈયાર કરી જેને જેલમાં રહેતા તમામ લોકોએ અનુસરવું ફરજિયાત બનાવાયું હતું.
સ્વસ્થ આહાર અને કસરત તેમ જ દવાના રૂટીનને અનુસરીને જેલમાં રહેનારા કેદીઓ અને કર્મચારીઓને કોવિડ-19થી મુક્ત કર્યા હતા.

vishal singh mumbai news mumbai arthur road jail