રિક્ષાના મિનિમમ ૧૫ રૂપિયા અને ટૅક્સીના ૧૯ રૂપિયા થઈ ગયા

11 October, 2012 03:40 AM IST  | 

રિક્ષાના મિનિમમ ૧૫ રૂપિયા અને ટૅક્સીના ૧૯ રૂપિયા થઈ ગયા

ફક્ત મિનિમમ ભાડું જ વધારવામાં આવ્યું છે એવું નથી, એ પછીના દરેક કિલોમીટરના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં ગઈ કાલ મધરાતથી જ રિક્ષા માટે મિનિમમ ભાડું ૧૨ રૂપિયાને બદલે ૧૫ રૂપિયા અને ટૅક્સી માટે ૧૭ રૂપિયાને બદલે ૧૯ રૂપિયા થઈ ગયું હતું. ફ્યુઅલ-કૉસ્ટમાં થયેલો વધારો, ટ્રાફિક-કન્ડિશન અને મોંઘવારીને કારણે થયેલા જીવનધોરણમાં થયેલા વધારાને કારણે ગઈ કાલે મધરાતથી અમલમાં આવેલા રિક્ષા-ટૅક્સીના ભાડાવધારા બાદ આખા દેશમાં મુંબઈગરાઓએ સૌથી વધુ ટૅક્સી ભાડું ચૂકવવું પડી રહ્યું છે, જ્યારે રિક્ષાના ભાડામાં એનો નંબર બીજો છે. રિક્ષાનું સૌથી વધુ ભાડું બૅન્ગલોરમાં છે.

ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટે મિનિમમ ભાડા પછી ત્યાર બાદના દર કિલોમીટરના ભાવમાં પણ વધારો કર્યો છે. ટૅક્સી માટે પહેલા વધારાના દરેક કિલોમીટર માટે ૧૦.૫૦ રૂપિયા હતા એ હવે વધારીને ૧૨.૩૫ રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે રિક્ષામાં દરેક વધારાના કિલોમીટર માટે ૭.૧૨ રૂપિયાને બદલે હવે ૯.૮૭ રૂપિયા કરવામાં આવ્યા છે.