બ્રિજને પહોળો કરવા વિક્રોલી સ્ટેશન પાસેનો મૉલ તોડી પાડવા હાઈ ર્કોટનો આદેશ

16 October, 2011 07:56 PM IST  | 

બ્રિજને પહોળો કરવા વિક્રોલી સ્ટેશન પાસેનો મૉલ તોડી પાડવા હાઈ ર્કોટનો આદેશ

 

વિક્રોલી સ્ટેશન ખાતે  રેલવે-ટ્રૅક ઓળંગતી વખતે થતા અકસ્માત વિશે ગંભીર નોંધ લેતાં તેમણે રેલવે વિભાગને ઝડપથી ફૂટ ઓવરબ્રિજ બનાવવા જણાવ્યું હતું. જોકે હાલ વિક્રોલી સ્ટેશન નજીક ફૂટ ઓવરબ્રિજ છે, પરંતુ એ ખૂબ જ સાંકડો હોવાથી લોકો પાસે ટ્રૅક ઓળંગવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. યાચિકાકર્તા દ્વારા નવા ફૂટ ઓવરબ્રિજની માગણીનો જવાબ આપતાં રેલવેએ ર્કોટ સમક્ષ જમીન ન હોવાની દલીલ કરી હતી, પરંતુ ત્યાર બાદ યાચિકાકર્તાએ જમીનના રેકૉર્ડની તપાસ  કરીને રેલવેનું ધ્યાન આ જમીન તરફ દોર્યું હતું. એ મુજબ ૧૯૬૭માં રાજ્ય સરકારે આ જમીન રેલવેને આપી હતી,  પરંતુ કેટલાક લોકોએ સુધરાઈ પાસેથી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવીને ત્યાં બાંધકામ કર્યું હતું તેમ જ રેલવેની પરવાનગી પણ લીધી નહોતી.