પુણે-મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેનને મંજૂરી

09 December, 2012 07:46 AM IST  | 

પુણે-મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેનને મંજૂરી


આ પ્રોજેક્ટ માટે ૪૯,૦૭૬ કરોડ રૂપિયાના બજેટને રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે. નવેમ્બર ૨૦૧૩માં આ યોજના માટેનું કામ શરૂ થવાનો અંદાજ છે.

સાતમાંથી ત્રણ કૉરિડોરમાં હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે. એમાં પુણે-મુંબઈ-અમદાવાદનો સમાવેશ છે. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે રેલવે મંત્રાલયે સ્પેન, ઑસ્ટ્રેલિયા અને ચીન સાથે કરાર કર્યા છે. આ ત્રણે દેશના સંશોધકોએ તૈયાર કરેલા મૉડલના આધારે આ હાઈ સ્પીડ ટ્રેનના રેલવેમાર્ગ બિછાવવામાં આવશે.

પુણે-મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે જપાનની સલાહકાર સમિતિએ તૈયાર કરેલા ડીટેઇલ્ડ પ્લાન રિપોર્ટ (ડીપીઆર)ને રેલવે મંત્રાલયે માન્ય કર્યો છે. પહેલા તબક્કામાં ત્રણમાંથી માત્ર પુણે-મુંબઈ-અમદાવાદ કૉરિડોરને માન્યતા મળી છે.

વિશેષતા

આ ટ્રેન ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે

દોડશે એટલે એ માટે નવા ટ્રૅક નાખવા પડશે.

પુણે-મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર ૬૫૦ કિલોમીટર છે. આ યોજનાના પહેલા તબક્કામાં ૬૭૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.