વકીલે કોર્ટરૂમમાં ચહેરા પરથી માસ્ક હટાવતાં હાઈ કોર્ટનો સુનાવણીનો ઇનકાર

28 February, 2021 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વકીલે કોર્ટરૂમમાં ચહેરા પરથી માસ્ક હટાવતાં હાઈ કોર્ટનો સુનાવણીનો ઇનકાર

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહેલા એક વકીલે કોર્ટરૂમની અંદર તેનો ફેસ-માસ્ક હટાવી દેતાં બૉમ્બે હાઈ કોર્ટે કેસની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કરી દીધો હતો.

૨૨ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની બેન્ચે એક અપીલની સુનાવણી હાથ ધરી હતી, જે દરમ્યાન અરજીકર્તાના વકીલે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને કોર્ટરૂમમાં માસ્ક હટાવી દીધો હતો.

કેસની રૂબરૂ સુનાવણી સમયે હાઈ કોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોને ટાંકતા જસ્ટિસ ચવાણે જણાવ્યું હતું કે તમામ સમયગાળા દરમ્યાન ફેસ-માસ્ક પહેરવો ફરજિયાત છે. જસ્ટિસ ચવાણે આ કેસની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કરી દીધો હતો, જેને પગલે તેને ફરી સૂચિબદ્ધ કરવામાં આવશે.

જસ્ટિસ ચવાણ કેસ લડી રહેલા વકીલોને જ તેમના કોર્ટરૂમમાં પ્રવેશવાની પરવાનગી આપે છે, જ્યારે અન્ય વકીલો અને પક્ષોએ તેમનો ક્રમ આવે ત્યાં સુધી બાજુના રૂમમાં રાહ જોવાની રહે છે.

mumbai mumbai news