મુંબઈમાં આજે હાઈ અલર્ટ

06 December, 2012 05:31 AM IST  | 

મુંબઈમાં આજે હાઈ અલર્ટ




આજે ૨૦ લાખ કરતાં વધુ લોકો શહેરમાં આવે એવી શક્યતા છે. સાદા ગણવેશમાં પણ ઘણા પોલીસો ફરતા હશે. આતંકવાદી અજમલ કસબની ફાંસીનો બદલો લેવાની તાલિબાને કરેલી જાહેરાતને પોલીસે ગંભીરતાથી લીધી છે. વળી બાળ ઠાકરેની અસ્થાયી સમાધિ પણ શિવાજી પાર્કમાં હોવાથી પરિસ્થિતિ તંગ છે. બીજી તરફ ઇન્દુ મિલનો પણ મુદ્દો છે. છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ડિમોલિશનની ઍનિવર્સરી તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ હોવાથી પોલીસને વધુ ચિંતા છે. ર્પોટ ઝોન વિસ્તારમાં પણ કડક પહેરો રાખવા પોલીસે જણાવ્યું છે. તમામ મહત્વનાં રેલવે-સ્ટેશન, ઍરર્પોટ અને ટૂરિસ્ટ-સ્પૉટમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવી છે. શહેરમાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સંજીવ દયાલે હાઈ અલર્ટની જાહેરાત કરી છે.