Mumbai: ફરી જપ્ત થઈ અફઘાનિસ્તાનની 25 કિલો હેરોઇન, તેલના કેનમાંથી મળ્યું ડ્રગ્સ

10 October, 2021 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Drugs Case: ડીઆરઆઇએ નવી મુંબઇના ન્હાવા શેબા બંદર પર એક કન્ટેનર 25.45 કિલો હેરોઇન જપ્ત કરી અને આ મામલે ત્રણની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં (Mumbai) ફરી એક વાર ડ્રગ્સનો (Drugs) એક મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. આ વખતે અફઘાનિસ્તાનથી (Afghanistan) હેરોઇનને (Heroin) આયાત કરીને તેલના કેનમાં (Oil Tinn) લેવવામાં આવ્યો. રાજસ્વ ખુફિયા વિભાગે નવી મુંબઇના ન્હાવા શેવા બંદર પર એક કન્ટેનરમાંથી 25.45 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવી અને આ મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

ડીઆરઆઇના નિવેદન પ્રમાણે ગયા મહિને ગુજરાતના મુન્દ્રા બંદર પર જપ્ત કરવામાં આવેલી 3,000 કિલો હેરોઇન મામલાની જેમ જ આ મામલે પણ આ જથ્થો અફઘાનિસ્તાનમાંથી જ આયાત કરવામાં આવ્યો છે.

નિવેદન પ્રમાણે એવી શક્યતા છે કે પહેલી વાર જ્યારે આ જથ્થો તેલના કેનમાં છુપાવીને લાવવામાં આવ્યો. ડીઆરઆઇ પ્રમાણે, આ કન્ટેનરને કંધારમાંથી આયાત કરવામાં આવ્યો હતો જેને દક્ષિણ મુંબઇ સ્થિત મસ્જિદ બંદરની એક કંપનીના એડ્રેસ પર મગાવવામાં આવ્યો હતો.

ડીઆરઆઇના ઑફિસરે જણાવ્યું કે કસ્ટમ વિભાગને આ કન્ટેનરમાં તળનું તેલ અને રાઈનું તેલ હોવાની બાતમી જણાવવામાં આવી હતી. તપાસમાં આ કેનમાં 5 રાઇના તેલના કેન અલગ હતા. એવામાં ઑપિસરે તપાસ કરી તે આ કેનના નીચેના ભાગમાં સફેદ પદાર્થ જોવા મળ્યો. તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે હેરોઇન મળી આવી.

આ મામલે ધરપકડ કરવામાં આવેલા બધા લોકો ડાઇરઆઇની ધરપકડમાં મોકલી દેવામાં આવ્યા છે. ડીઆરઆઇએ કહ્યું કે બધા આરોપી ડ્રગ્સનો મોટો જથ્થો અહીં પહોંચાડવા સંબંધે નાણાંકીય લેવડદેવડમાં પણ સામેલ હતા. તેમને પનવેલના સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડીઆરઆઈએ માહિતી આપે છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai mumbai news Crime News afghanistan