14 વર્ષ બાદ મળ્યું ખોવાયેલું વૉલેટ, પોલીસે પાછાં આપ્યા પૈસા

09 August, 2020 07:51 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

14 વર્ષ બાદ મળ્યું ખોવાયેલું વૉલેટ, પોલીસે પાછાં આપ્યા પૈસા

પ્રતીકાત્મક તસવીર

મુંબઇમાં એક વ્યક્તિનું ખોવાયેલું પારિટ પાછું મળી ગયું. 14 વર્ષ પહેલા મુંબઇની લોકલ ટ્રેનમાં ખોવાયેલું આ પાકિટ અને આ પાકિટ અંદર રહેલા 900 રૂપિયા હતા. વર્ષ 2006માં ખોવાયેલું આ પાકિટ 14 વર્ષ પછી તે વ્યક્તિને પાછું મળ્યું અને પોલીસે તે વ્યક્તિને તેના પૈસા પાછાં પણ આપી દીધા.

હેમંત પેડલકર વર્ષ 2006માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-પનવેલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા, જે સમયે ટ્રેનમાં તેમનું પાકિટ ખોવાઇ ગયું. આજે સરકારી રેલવે પોલીસે પોતાના ઑફિશિયલ નિવેદનમાં જણાવ્યું. આ વર્ષે એપ્રિલ મહિનામાં હેમંતને જીઆરપીમાંથી એક ફોન આવ્યો અને માહિતી આપવામાં આવી કે 14 વર્ષ પહેલા ખોવાયેલું તેનું પાકિટ હવે પાછું મળી ગયું છે.

જો કે ત્યારે મુંબઇમાં કોરોના વાયરસને કારણે લાગુ પાડવામાં આવેલા લૉકડાઉન થકી હેમંત પોતાનું પાકિટ લેવા જઈ શક્યા નહોતા. લૉકડાઉનમાં છૂટ મળ્યા પથી પેડલકર જે પનવેલમાં રહે છે, વાશીના જીઆરપી ઑફિસ ગયા અને પોતાનું પાકિટ ત્યાંથી મેળવ્યું અને પોલીસે હેમંતને તેમની પાકિટમાં રહેલા પૈસા પણ પાછા આપ્યા.

હેમંત પેડલકરે જણાવ્યું કે મારા પાકિટમાં 900 રૂપિયા હતા, જેમાં એક પાંચસોની નોટ હતી અને જે વર્ષ 2016માં બંધ કરી દેવામાં આવી, પોલીસે હેમંતને ત્રણસો રૂપિયા પાછા આપ્યા અને 100 રૂપિયા સ્ટેમ્પ પેપર કામના પોલીસે કાપી લીધા. હેમંતે જણાવ્યું કે પોલીસ તેને 500 રૂપિયા બદલાવીને આપશે.

હેમંતે કહ્યું કે જ્યારે તે જીઆરપી ઑફિસ ગયા હતા તો ત્યાં ઘણાં લોકો હતા જે પોતાના ચોરી થયેલા પૈસા પાથા લેવા આવ્યા હતા. આમાં હજારો નોટ હતી જે નોટબંધી વખતે બંધ કરી દેવામાં આવી હતી, આ લોકોને એ વાતની ચિંતા હતી કે તેમના પૈસા ક્યારે અને કેવી રીતે પાછાં મળશે.

હેમંત પેડલરે જણાવ્યું કે તે તેમના પૈસા પાછા મળી જવા પર ખૂબ જ ખુશ છે. એક જીઆરપી ઑફિસરે જણાવ્યું કે જેણે હેમંત પેડલકરનું પાકિટ ચોરી કર્યું હતું, તેની થોડોક સમય પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે અમને આરોપી પાસેથી હેમંતનુ પાકિટ મળ્યું, જેમાં 900 રૂપિયા હતા.

અધિકારીએ જણાવ્યું કે અમે હેમંતને 300 રૂપિયા પાછા આપી દીધા છે અને 500 રૂપિયાની નોટ બદલી કરીને આપી દેવામાં આવશે.

mumbai mumbai news panvel chhatrapati shivaji terminus mumbai local train