“ખેડૂતોની વાત ક્યાં કરો છો, હેમા માલિની પણ રોજ દારૂ પીએ છે”

14 April, 2017 04:15 AM IST  | 

“ખેડૂતોની વાત ક્યાં કરો છો, હેમા માલિની પણ રોજ દારૂ પીએ છે”





ખેડૂતો દારૂ પીને આપઘાત કરતા હોવાના વિધાનની સામે અમરાવતી જિલ્લાની અચલપુર બેઠકના અપક્ષ વિધાનસભ્ય બચ્ચુ કડુએ પ્રત્યાઘાતરૂપે વિવાદાસ્પદ વિધાન કર્યું છે. હંમેશાં વિવાદાસ્પદ બયાનો માટે જાણીતા બચ્ચુ કડુએ ખેડૂતોના આપઘાતનાં કારણોમાં દારૂનું વ્યસન હોવાના ઉલ્લેખના જવાબમાં જણાવ્યું હતું કે ‘અભિનેત્રી હેમા માલિની પણ રોજ દારૂ પીએ છે. તેમણે કંઈ આપઘાત કર્યો નથી.’

ખેડૂતો દારૂના વ્યસનને કારણે આપઘાત કરતા હોવાનું વિધાન આધારહીન હોવાનું દર્શાવવાના ઉદ્દેશથી બચ્ચુ કડુએ કરેલું આ કથન ચર્ચાના ચકડોળે ચડવાનાં એંધાણ વર્તાય છે.