પીક અર્વસમાં પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, મુંબઈગરાં પરેશાન

28 June, 2022 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાકોલા બ્રિજ પાસે ટ્રક પલટી થયો હોવાથી ટ્રાફિક જામ

મંગળવારે સવારે પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર થયેલો ટ્રાફિક જામ

મળતી માહિતી પ્રમાણે, આજે સવારે ઘસારાના સમયમાં પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે (Western Express Highway) પર ભારે ટ્રાફિક જામ છે. હાઇવે પર એક ટ્રક પલટી થઈ ગયો હોવાથી ટ્રાફિક જામ થયો હોવાના અહેવાલ છે. સવારે ઓફિસ જવાના સમયે દુર્ઘટના ઘટી હોવાથી મુંબઈગરાં પરેશાન થઈ ગયા છે. મંગળવારની સવાર તેમના માટે માથાભારે સાબિત થઈ છે.

રસ્તા પર ટ્રાફિક જામ થયો હોવાની તસવીરો કેટલાક પ્રવાસીઓએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.

અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, વાકોલા બ્રિજ પાસે ટ્રક પલટી થતાં દુર્ઘટના સર્જાઈ છે. જેને લીધે ટ્રાફિક જામ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રક એરપોર્ટ રોડ પહેલા ડિવાઈડર સાથે અથડાયો હતો. જેના કારણે દક્ષિણ તરફ જતા મુસાફરો ટ્રાફિકમાં અટવાયા છે. આ ટ્રાફિક જામ પહેલાં ગોરગાંવ સુધી અને હવે મલાડ સુધી લંબાયો છે.

કેટલાંક પ્રવાસીઓએ ખાર અને ગોરેગાંવ વચ્ચે ભારે વાહનોની ભીડ હોવાની ફરિયાદ કરી છે. તો કેટલાક લોકોએ બીજી તરફ કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર શેર કર્યું છે કે, દક્ષિણ તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે ત્યારે ઉત્તર તરફ પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

તાજેતરના અપડેટ્સ પ્રમાણે માહિમ સુધી ટ્રાફિક જામ છે. ઘણા લોકોનું કહેવું છે કે, માહિમ સુધી ટ્રાફિક જામ છે. જ્યારે ક્રેન્સ ટ્રકને ખસેડવાનો પ્રયાસ કરી રહી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

mumbai mumbai news western express highway