શહેરમાં ભારે વર્ષા, પણ પાણી પૂરું પાડતાં તળાવોમાં માત્ર ઝરમર

07 August, 2020 01:16 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

શહેરમાં ભારે વર્ષા, પણ પાણી પૂરું પાડતાં તળાવોમાં માત્ર ઝરમર

પવઈનું તળાવ છલકાયું છે, પરંતુ શહેરને પાણી પૂરું પાડતાં તળાવોની આવી સ્થિતિ થવામાં હજી ઘણી રાહ જોવી પડશે. તસવીર : આશિષ રાજે

બુધવારે મુંબઈમાં ભારે વરસાદ હતો, પરંતુ શહેરને પાણી પૂરું પાડતાં તળાવોના વિસ્તારમાં બહુ ઓછો વરસાદ પડ્યો હતો. મુંબઈને અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તાનસા, મોડકસાગર, વિહાર, ભાતસાથી પાણીની સપ્લાય કરવામાં આવે છે. કૅચમેન્ટ એરિયામાં બુધવારે ૩૭.૨૬ ટકા પાણી જમા થયું હતું, જ્યારે ગુરુવારે ૪૧.૪૭ ટકા પાણી જમા થતાં માત્ર ૪.૨૧ ટકાનો જ વધારો નોંધાયો હતો. ગયા વર્ષે ૮૮.૩૮ ટકા પાણી જમા થયું હતું, જ્યારે ૮૪.૪ ટકા જેટલું પાણી ૨૦૧૮માં જમા થયું હતું. શહેરમાં વીસ ટકા પાણીકાપ મંગળવારથી કરવામાં આવ્યો છે. પ્રશાસનને પણ કૅચમેન્ટ એરિયામાં ઉમ્મીદ છે કે આવનારા દિવસોમાં હજી વધુ પાણી ભરાશે.

mumbai news mumbai mumbai rains