12 September, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવામાન ખાતાએ રાજ્યના ૨૩ જિલ્લાઓ માટે યલો અલર્ટ જાહેર કરીને ત્યાં ભારેથી અતિભારે વરસાદનાં ઝાપટાં આવી શકે છે એવી આગાહી કરી છે, જ્યારે મુંબઈમાં વાદળો છવાયેલાં રહેશે અને હલકો છૂટોછવાયો વરસાદ પડી શકે છે એમ જણાવ્યું છે. મુંબઈમાં પારો ૩૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે મિનિમમ ટેમ્પરેચર બાવીસ ડિગ્રીની આસપાસ રહી શકે. મુંબઈ અને કોકણમાં એથી વરસાદને લગતી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. પુણે, સાતારા, સાંગલીમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે, જ્યારે સોલાપુરમાં છૂટોછવાયો પણ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે.