કોંકણ કિનારાના પટ્ટા પર ભારે વરસાદની આગાહી, મુંબઈમાં હવામાન સૂકું રહેશે

21 May, 2022 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે માટે રાહત સમાન પુરવાર થતા સમાચાર જાહેર કરાયા છે.

ફાઈલ ફોટો

મુંબઈ : આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે માટે રાહત સમાન પુરવાર થતા સમાચાર જાહેર કરાયા છે. એ મુજબ કોંકણ કિનારાની પટ્ટી પર જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચવા અ​પે​િક્ષત છે. આ વર્ષે ધારણા કરતાં છ દિવસ વહેલાં જ વરસાદી પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. જોકે, ૨૪ મે સુધી મુંબઈમાં હવામાન સૂકું રહેશે એવી આગાહી વેધશાળાએ કરી છે.
ગઈ કાલે સાંજથી જ કોલ્હાપુરમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડતાં ખેતીના પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું. શેરડી સહિત બધા પાકોને વાવાઝોડાની અસર થઈ છે. કાગલ તાલુકામાં બાનગે ખાતે એક ખેડૂતની દોઢ એકર જમીન પરના શેરડીના પાકને નુકસાન થયું છે. 

mumbai news mumbai mumbai weather