એસી લોકલમાંય ચડી જાય છે પારો

12 April, 2022 09:15 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ડોમ્બિવલીથી રિટર્ન થતા પૅસેન્જર્સ અને કલ્યાણથી ચડેલા પ્રવાસીઓ વચ્ચે મારામારી : ઑલરેડી ૬૦ એસી લોકલ દોડાવતી સેન્ટ્રલ રેલવેમાં વધુ એસી સર્વિસ દોડાવવાની ડિમાન્ડ

ડોમ્બિવલીથી રિટર્ન પ્રવાસીઓ સાથે કલ્યાણ સ્ટેશને સીટ માટે ફાઇટ થઈ હતી

સેન્ટ્રલ રેલવેની એસી લોકલ ટ્રેનમાં ગઈ કાલે સવારે સીટના મામલે મારામારી થતાં આવી વધુ સર્વિસની માગણી ઊઠી છે. રોજની ૬૦ ઍર-કન્ડિશન્ડ (એસી) ટ્રેન ટ્રિપ્સ સાથે સેન્ટ્રલ રેલવે મુંબઈ ભારતીય રેલવેના કોઈ પણ ઝોન કરતાં વધારે એસી લોકલ ટ્રેનો દોડાવી રહ્યું છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ડોમ્બિવલીના કેટલાક પ્રવાસીઓ કલ્યાણ જતી ટ્રેનમાં એમાં જ રિટર્ન થવાના ઇરાદાથી ચડ્યા અને ટ્રેન સીએસએમટી જવા ઊપડે ત્યારે તેઓ તેમની સીટ રોકી શકે. આને કારણે કલ્યાણ અને ડોમ્બિવલીના પ્રવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો.

ડોમ્બિવલીના એસી લોકલ ટ્રેનના એક પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘જ્યારે સવારે ૭.૪૭ વાગ્યાની એસી ડોમ્બિવલી-સીએસએમટી લોકલ ટ્રેન જઈ રહી હતી ત્યારે ઘણા પ્રવાસીઓ કલ્યાણથી આવીને કોપર કે ડોમ્બિવલીથી એસી ટ્રેનમાં ચડી રહ્યા હતા. અમે કદી તેમની સાથે ઝઘડો નથી કર્યો. શું તેઓ જાણે છે કે સવારે ૭.૪૭ વાગ્યાની રદ કરાયેલી ટ્રેનને કારણે ઘણા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે તેમણે સવારે નવથી સાડાનવ વાગ્યા વચ્ચે ઑફિસ પહોંચવાનું હોય છે અને એમાં સિનિયર સિટિઝન પ્રવાસીઓ પણ હોય છે.’

અન્ય એક મહિલા પ્રવાસીએ ઉમેર્યું હતું કે ‘લોકલ ટ્રેન સૌ માટે છે. જ્યારે આવવા-જવા માટેનો સીઝન પાસ હોય ત્યારે તેઓ ટ્રેનમાં ચડવા-ઊતરવાનો અધિકાર ધરાવે છે, કારણ કે આવા પ્રવાસ વિશે રેલવેના કોઈ નિયમ નથી.’

રેલ્વેના ડેટા અનુસાર ડોમ્બિવલી એસી ટ્રેનના ૮૦,૬૩૭ પ્રવાસીઓ ધરાવે, જેમાંથી મોટા ભાગનો સેન્ટ્રલ રેલવેનો સૌથી મોટો આંકડો છે. એ પછીના ક્રમે થાણે ૭૦,૫૫૦ અને કલ્યાણ ૬૦,૬૩૩ પ્રવાસીઓ ધરાવે છે.

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું કે ‘તમામ સેક્ટર્સમાં એસી લોકલ ટ્રેન સર્વિસને સકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને તેઓ ગુણવત્તામાં સુધારો કરવાની અને વધુ ટ્રેનો શરૂ કરવાની લાંબા ગાળાની યોજના ધરાવે છે.

80637
ડોમ્બિવલીના આટલા પ્રવાસીઓ એસી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે જે સેન્ટ્રલ રેલવેમાં હાઇએસ્ટ છે.

mumbai mumbai news central railway mumbai local train rajendra aklekar