બાળક પર બળજબરી ધર્મ લાદી શકાય નહીં : બૉમ્બે હાઈ ર્કોટ

09 December, 2012 07:33 AM IST  | 

બાળક પર બળજબરી ધર્મ લાદી શકાય નહીં : બૉમ્બે હાઈ ર્કોટ


ત્રણ વર્ષની આ બાળકીનો પિતા અત્યારે પોતાની પત્નીની હત્યાના ગુના હેઠળ જેલના સળિયા ગણી રહ્યો છે. બાળકીનો કબજો લેવા માટે તેના પિતા, તેની બહેન અને સામા પક્ષે બાળકીનાં નાના-નાનીએ ર્કોટમાં અરજી કરી છે. બાળકીના પિતા અને તેની ફોઈ બાળકીનો ઉછેર રોમન કૅથલિક ધર્મ અનુસાર કરવા માગતાં હોવાની અરજી કરી હતી. તેમના કહેવા મુજબ કૅથલિક ધાર્મિક વિધિઓનું અનુસરણ થવું જોઈએ અને ધર્મને લગતા તમામ આદર્શો બાળકીને કૉન્વેન્ટ સ્કૂલમાં શીખવા મળશે. આ તમામ દલીલો સામે જસ્ટિસ રોશન દળવીએ નોંધ્યું હતું કે ‘બાળકીનો પિતા તેની પત્નીની જ હત્યા કરીને જેલમાં સજા ભોગવી રહ્યો છે. જે માણસ પોતાની પત્નીની હત્યા કરીને પોતાની ક્રૂરતા બતાવે તે પોતાની દીકરીને શું ક્રિિયન ધર્મનું જ્ઞાન આપશે? જે માણસ પોતે જ ધર્મનું અપમાન કરે છે તે સગીર વયની પોતાની બાળકીને શું શીખવાડશે?

માણસનો ધર્મ તેના બાળક પર ઠોકી બેસાડવો એ તો બંધારણ મુજબ દરેક વ્યક્તિના સ્વાતંત્ર્યનો ભંગ કરવા સમાન છે કહીને ર્કોટે બાળકીનો કબજો તેનાં નાના-નાનીને સોંપ્યો હતો.