લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે જગ્યા રિઝર્વ રાખો : હાઈ કોર્ટની રેલવેને સૂચના

24 December, 2014 05:22 AM IST  | 

લોકલ ટ્રેનમાં સિનિયર સિટિઝનો માટે જગ્યા રિઝર્વ રાખો : હાઈ કોર્ટની રેલવેને સૂચના

ન્યાયમૂર્તિ અભય ઓકની ખંડપીઠ વરિષ્ઠ નાગરિક એ. બી. ઠક્કરે દાખલ કરેલી જનહિત અરજીની સુનાવણી કરી રહી હતી. વધારાના સૉલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આ મુદ્દો વિચારાધીન છે અને પોતે એમાં ખાસ રસ લઈ રહ્યા છે. ત્યાર બાદ કોર્ટે આ કેસ જાન્યુઆરી ૨૦૧૫ સુધી મોકૂફ રાખ્યો હતો. આ અગાઉ પશ્ચિમ રેલવેએ વરિષ્ઠ નાગરિકો માટે જુદો કમ્પાર્ટમેન્ટ ફાળવવાનો ઇનકાર કર્યો હતો.