બિલ્ડિંગમાં રહેતા લોકોની રસીકરણની સ્થિતિ જાણવા QR કોડનો ઉપયોગ કરો: આદિત્ય ઠાકરે

21 September, 2021 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેમણે બીએમસીને ક્યુઆર કોડ સાથે ખાસ લોગો બનાવવા માટે કહ્યું હતું જે રહેણાંક અને વ્યાપારી ઇમારતોના પ્રવેશ દ્વાર પર મૂકી શકાય

આદિત્ય ઠાકરે. ફાઇલ ફોટો

સોમવારે મુંબઈની કોવિડ-19 તૈયારીઓની સમીક્ષા હાથ ધરતી વખતે, પર્યાવરણ, પ્રવાસન અને પ્રોટોકોલ મંત્રી આદિત્ય ઠાકરે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓને સંપૂર્ણ રસીકરણ મેળવેલ રહેવાસીઓ/ રહેવાસીઓ સાથેની ઇમારતોને ઓળખવા માટે ક્યૂઆર કોડ્સ રાખવા જણાવ્યું હતું.

તેમણે બીએમસીને ક્યુઆર કોડ સાથે ખાસ લોગો બનાવવા માટે કહ્યું હતું જે રહેણાંક અને વ્યાપારી ઇમારતોના પ્રવેશ દ્વાર પર મૂકી શકાય. કલેકટર મુંબઈ ઉપનગર, નિધિ ચૌધરી, સુરેશ કાકાણી, મુંબઈના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની સમીક્ષા બેઠકમાં ઠાકરેએ જણાવ્યું હતું કે આ QR કોડ્સ એ ચકાસવામાં મદદ કરશે કે હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ અને ઇમારતો અને ઓફિસના લોકોએ સંપૂર્ણપણે રસીકરણ કરાવ્યું છે કે કેમ? તેમણે શહેરમાં રસીકરણ વધારવાની અને વેક્ટર રોગોને નિયંત્રિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

“અમે કોવિડ-19 સામે લડવા, રસીકરણ વધારવા અને શહેરમાં વેક્ટર રોગોને નિયંત્રિત કરવા માટે મુંબઈની વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી. અમે નાગરિકોની ભાગીદારી વધારવા અંગે પણ ચર્ચા કરી હતી.” ઠાકરેએ કહ્યું હતું. ગયા અઠવાડિયે માત્ર મહિલાઓ માટે રસીકરણ અભિયાનના પરિણામે મુંબઈમાં 1.27 લાખ મહિલાઓને એક જ દિવસમાં રસી આપવામાં આવી હતી.

મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 1,17,47, 398 લોકોને રસી આપવામાં આવી છે જેમાંથી 37,05,837 લોકોને બંને ડોઝ મળ્યા છે. કોવિનના ડેટા મુજબ, મુંબઈમાં આજ સુધી 67,03,846 પુરુષો અને 50,40,818 મહિલાઓએ રસી લીધી છે. સમીક્ષામાં, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કાર્યકારી વસ્તીને બીજા ડોઝ આપવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

mumbai news brihanmumbai municipal corporation aaditya thackeray mumbai vaccination drive