સરકારે દુર કરી GST વિશેની આ 7 ગેરસમજ

03 July, 2017 03:34 AM IST  | 

સરકારે દુર કરી GST વિશેની આ 7 ગેરસમજ



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કરવેરાપદ્ધતિમાં દેશના ઇતિહાસમાં સૌથી મોટા સુધારારૂપ GST દાખલ કર્યા એને ૨૪ કલાક વીતી ગયા છે, પરંતુ એ નવી પદ્ધતિની જોગવાઈઓને સમજવાનું ઘણાને અઘરું પડે છે. હજી ઘણા લોકો માટે સંખ્યાબંધ બાબતો અસ્પષ્ટ રહી છે અને એ લોકો GSTના અમલ બાબતે ગૂંચવાયા કરે છે. કેટલીક સર્વસામાન્ય ગેરસમજ અને અસ્પષ્ટતા દૂર કરવા માટે મહેસૂલ વિભાગના સચિવ ડૉ. હસમુખ અઢિયાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રશ્નોત્તરીરૂપે વિગતો જણાવી હતી.

ગેરસમજ-૧ : મારે ઇન્વૉઇસિસ ફક્ત કમ્પ્યુટર/ઇન્ટરનેટ પર જનરેટ કરવાનાં છે?

વાસ્તવિકતા-૧ : ઇન્વૉઇસિસ મૅન્યુઅલી પણ જનરેટ કરી શકાય.

ગેરસમજ-૨ : GST હેઠળ બિઝનેસ કરવા માટે હંમેશાં ઇન્ટરનેટની જરૂર પડશે?

વાસ્તવિકતા-૨ : GSTનું મન્થ્લી રિટર્ન ફાઇલ કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડશે.

ગેરસમજ-૩ : મારી પાસે બિઝનેસ કરવાનું પ્રોવિઝનલ આઇડેન્ટિફિકેશન છે. ફાઇનલ આઇડેન્ટિફિકેશનની રાહ જોઉં છું.

વાસ્તવિકતા-૩ : પ્રોવિઝનલ આઇડેન્ટિફિકેશન તમારો ફાઇનલ GSTIN બનશે. તમે બિઝનેસ શરૂ કરો.

ગેરસમજ-૪ : મારી વેપારની આઇટમને અગાઉ કરવેરામાંથી બાકાત રાખવામાં આવી હતી એથી હવે બિઝનેસ શરૂ કરવા માટે મારે નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે?

વાસ્તવિકતા-૪ : તમે બિઝનેસ ચાલુ રાખો અને ૩૦ દિવસમાં રજિસ્ટ્રેશન મેળવો.

ગેરસમજ-૫ : દર મહિને ત્રણ રિટન્ર્સ ભરવાનાં રહેશે?

વાસ્તવિકતા-૫ : ફક્ત એક રિટર્ન ત્રણ ભાગમાં ભરવાનું છે. એમાં પહેલો ભાગ ડીલર ભરશે અને બીજા બે ભાગ કમ્પ્યુટરમાં આપોઆપ ભરાશે.

ગેરસમજ-૬ : નાના વેપારીઓએ રિટર્નમાં ઇન્વૉઇસદીઠ વિગતો ભરવી પડશે?

વાસ્તવિકતા-૬ : રીટેલ બિઝનેસ (B2C) કરતા હોય એ લોકોએ કુલ વેચાણનો સારાંશ લખવાનો રહેશે.

ગેરસમજ-૭ : અગાઉના વૅટની સરખામણીમાં નવા GSTનો દર વધારે છે.

વાસ્તવિકતા-૭ : GSTનો દર સરખામણીમાં વધારે લાગવાનું કારણ એ છે કે અગાઉનાં અદૃશ્ય એવાં એક્સાઇઝ ડ્યુટી તથા અન્ય કરવેરા હવે ઞ્લ્વ્માં ભેળવી દેવામાં આવ્યાં છે.