આર્થર રોડ જેલમાં અન્ડરટ્રાયલ કેદીઓની બૅરૅક પાસેથી ચરસ મળ્યું

08 December, 2022 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈએ બહારથી આ થેલી ફેંકી હોવાની પોલીસને શંકા છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈની ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થા ધરાવતી આર્થર રોડ જેલમાંથી ચરસ અને ડ્રગ પિલ્સ મળી આવતાં પોલીસે કેસ દાખલ કર્યો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સંવેદનશીલ કેસમાં પકડાતા અન્ડરટ્રાયલ કેદીઓને જ્યાં રાખવામાં આવે છે એ બૅરૅક-નંબર ૧૧ પાસેથી જેલ કૉન્સ્ટેબલને ૩૦ નવેમ્બરે ૧૩૪ ગ્રામ ચરસ અને અડધો ડઝન ડ્રગ પિલ્સ ભરેલી પૉલિથિનની થેલી મળી હતી. કોઈએ બહારથી આ થેલી ફેંકી હોવાની પોલીસને શંકા છે.આ મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ રવિવારે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ જગ્યાનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ પણ તપાસશે.

mumbai mumbai news arthur road jail