તુંગારેશ્વર ટનલનું અડધું ખોદકામ પૂરું થયું

14 November, 2022 11:55 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મહત્ત્વાકાંક્ષી સૂર્યા વૉટર પ્રોજેક્ટથી મીરા-ભાઈંદરની પાણીની સમસ્યા બની શકે છે ભૂતકાળ

તુંગારેશ્વર ટનલથી મીરા-ભાઈંદરને પાણીનો વધુ પુરવઠો મળી રહેશે

સૂર્યા વૉટર પ્રોજેક્ટના એક મહત્ત્વના સીમાચિહ્ન સ્વરૂપે, મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ વસઈમાં તુંગારેશ્વર ટનલનું બે કિલોમીટરનું ખોદકામ પૂરું કર્યું છે. પ્રોજેક્ટ પૂરો થઈ ગયા પછી મીરા-ભાઈંદરમાં પાણીની સમસ્યાનો હલ આવી જશે. ટનલ ૨.૮૫ મીટરના આંતરિક વ્યાસ સાથે ૪.૪૫ કિલોમીટર લાંબી છે.

મેટ્રોપોલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું, ‘દૈનિક ૪૦૩ મિલ્યન (એમએલડી)ની સૂર્યા રીજનલ વૉટર સપ્લાય સ્કીમમાં અમે મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેર કૉર્પોરેશન્સને પુરવઠો પૂરો પાડવા માટે આ યોજનાનો અમલ થઈ રહ્યો છે.’

યોજના અનુસાર, સૂર્યા ડૅમ નીચે આવેલા કવાડાસ બાંધમાંથી પાણી મેળવીને સૂર્યાનગર ખાતેના વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એની ટ્રીટમેન્ટ કરવાનો પ્રસ્તાવ છે.

ટ્રીટમેન્ટ કરાયેલું પાણી વસઈ-વિરાર શહેર કૉર્પોરેશનના કાશિદકોપર રિઝર્વોયર અને મીરા-ભાઈંદર રીજન (એમબીઆર)માં ઘોડબંદર સુધી પહોંચાડવામાં આવશે. એ પછીના વિતરણનું સંચાલન સંબંધિત સ્થાનિક એકમોની વિતરણ-વ્યવસ્થા દ્વારા સંભાળવામાં આવશે.

આ પ્રોજેક્ટ પાછળનો આશય એમએમઆરના વેસ્ટર્ન સબ-રીજનમાં પીવાના પાણીનો હાલનો પુરવઠો વધારવાનો છે.

સૂર્યા રિજનલ વૉટર સપ્લાય સ્કીમ સૂર્યાનગરથી શરૂ થતી ૮૮ કિલોમીટર લાંબી પાઇપલાઇન વાટે મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન્સના ૨૦ લાખ રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં ઉપયોગી નીવડશે. પ્રોજેક્ટ હેઠળ મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનને રોજનું ૨૧૮ મિલ્યન અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનને દૈનિક ૧૮૫  મિલ્યન પાણી પૂરું પાડવામાં આવશે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, પાણીને જે-તે વિસ્તારમાં પહોંચાડવા માટે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરવામાં આવશે અને આ રીતે વીજળી અને અન્ય ખર્ચની બચત કરાશે.

4.45
ટનલની કુલ લંબાઈ કિલોમીટરમાં

mumbai mumbai news mira road bhayander ranjeet jadhav