માહિમના એટીએમમાં તોડફોડ કરનારા યુવાને પોલીસથી બચવા માથું મૂંડાવ્યું

03 November, 2012 09:58 PM IST  | 

માહિમના એટીએમમાં તોડફોડ કરનારા યુવાને પોલીસથી બચવા માથું મૂંડાવ્યું



સોમવારે સવારે ચાર વાગ્યે અશરફ, જાફર અને આસિફ આ એટીએમમાં મોઢા પર સાડીનું કપડું બાંધીને ઘૂસ્યા હતા અને એટીએમનું શટર બંધ કરીને વૉચમેનના હાથ-પગ બાંધી દીધા હતા. પછી એટીએમમાં તોડફોડ કરીને તેઓ નજીકના વિસ્તારમાં આવેલી જનતા સેવક સોસાયટીમાં નાસી ગયા હતા. મંગળવારે ઝોન પાંચના ડેપ્યુટી પોલીસ-કમિશનર ધનંજય કુલકર્ણીએ સિનિયર ઇન્સ્પેકટર દશરથ પાટીલના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ કરી હતી અને સોસાયટીમાં નાસી ગયેલા આરોપીઓ વિશે એ વિસ્તારમાં પૂછપરછ કરી હતી. જે દોરડાથી સિક્યૉરિટી ગાર્ડના હાથ-પગ બાંધવામાં આવ્યા હતા એ દોરડા પર ગુલાબી રંગનો ડાઘ હતો એટલે પોલીસને શંકા જતાં આ સોસાયટીમાં કોના ઘરે હાલમાં ગુલાબી રંગ લગાડવામાં આવ્યો છે એની પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે અશરફ નામના યુવકના ઘરે ગુલાબી રંગ લગાડવામાં આવ્યો છે. પોલીસ રેકૉડમાં જોતાં અશરફ વિરુ¢ અગાઉ પણ ઘણા કેસોની માહિતી મળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. સીસીટીવી કૅમેરાના ફુટેજમાં જોતાં અશરફના માથા પર લાંબા વાળ હતા, પણ તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના માથા પર બિલકુલ વાળ નહોતા. પોલીસથી બચવા માટે તેણે મુંડન કરાવ્યું હતું.