સાયનમાં ૪૭ લાખ રૂપિયાના ગુટકા જપ્ત

03 August, 2012 05:25 AM IST  | 

સાયનમાં ૪૭ લાખ રૂપિયાના ગુટકા જપ્ત

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના અધિકારી રાજકુમાર કોથમીરેને એક કેસમાં તપાસ કરતી વખતે જાણ થઈ હતી કે લોકમાન્ય પાનબજાર અસોસિએશનના બિલ્ડિંગમાં ૪૫ નંબરના ગાળામાં ગુટકા એકઠો કરવામાં આવ્યો છે. તેમણે આ માહિતી એફડીએને આપતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ જગ્યા આરોપી મહેન્દ્ર સોમૈયાએ ભાડા પર ચલાવવા લીધી હતી. તેની પાસેથી ગુટકા ખરીદવાનું બિલ મળ્યું નહોતું. વળી કોઈ પણ પ્રકારનું લાઇસન્સ પણ તેની પાસે નહોતું.

ગુટકા માટે બુકિંગ કરતા દુકાનદારો

રાજ્યમાં ગુટકાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર બંધી આવી ગઈ હોવાથી હવે એનાં કાળાં બજાર થવા માંડ્યાં છે. કાર્યવાહી થવાના ડરે ઘણા દુકાનદારોએ ગુટકા વેચવાનું બંધ કરી દીધું છે, જ્યારે કેટલાક દુકાનદારોએ બ્લૅકમાં ગુટકા વેચી રોકડી કરવાનો રસ્તો અપનાવ્યો છે. બંધી નહોતી ત્યારે ગુટકાનું પૅકેટ જે ભાવમાં વેચાતું હતું એ હવે બ્લૅકમાં ડબલ અને ક્યારેક તો ત્રણગણી કિંમતમાં વેચાઈ રહ્યું છે. દુકાન પર ગુટકા વેચવાને બદલે હવે દુકાનદારો તેમના રેગ્યુલર ગ્રાહકો પાસેથી બુકિંગ લે છે અને પછી જોઈતો સ્ટૉક તેમણે કહેલા સ્થળે પહોંચાડી દે છે.