ફોન પર વાત કરી રહેલી ગુજરાતી યુવતીનું ૧૧મા માળેથી ગબડી જતાં મૃત્યુ

08 November, 2011 03:25 PM IST  | 

ફોન પર વાત કરી રહેલી ગુજરાતી યુવતીનું ૧૧મા માળેથી ગબડી જતાં મૃત્યુ

 

(નિવેદિતા દરગલકર)


બ્રીચ કૅન્ડી, તા. ૮


શર્મીના પિતા મનોજ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારી પુત્રી ફોન પર વાત કરી રહી હતી ત્યારે વિન્ડો નજીક પહોંચતાં તેનું બૅલેન્સ ન રહેતાં તે પડી ગઈ હતી. આ વિશે ગામદેવી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય દિવાકરે કહ્યું હતું કે ‘મનોજ દોશી અગિયારમા માળે રહે છે. તેમના ફ્લૅટની વિન્ડોની ગ્રિલ બરાબર ન હોવાથી શર્મી અગિયારમા માળેથી પડી ગઈ હતી. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે.’


શર્મી તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેને શર્મીનો ચીસ પાડતો અવાજ સંભળાયો હતો એમ જણાવીને ગામદેવી પોલીસ-સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘ત્યાર બાદ તેનો મિત્ર તેને સતત ફોન કરતો હતો, પણ ફોન લાગી રહ્યો નહોતો. પછી તેના મિત્રે લૅન્ડલાઇન પર તેના પેરન્ટ્સને ફોન કર્યો હતો અને તેની રૂમમાં જઈને શાર્મી સેફ છે કે નહીં એ જોવા કહ્યું હતું.’


શર્મીના પેરન્ટ્સ તેની રૂમમાં ગયા હતા. તેની રૂમમાં તે ન મળતાં તેઓ વિન્ડો પાસે ગયા હતા. ત્યાર બાદ તેમને શાર્મી બિલ્ડિંગના પૂલ પાસે લોહીલુહાણ હાલતમાં પડેલી દેખાઈ હતી. તેને નજીકની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ઍડ્મિટ કરતાં પહેલાં જ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. શાર્મી તેના માતા-પિતાની એકની એક દીકરી હતી અને તે ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એલએલબીનો કોર્સ કરી રહી હતી.