અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવનાર ગુજરાતી મહિલાને મદદની જરૂર

09 June, 2020 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવનાર ગુજરાતી મહિલાને મદદની જરૂર

ભાવના મનીષ સોલંકી

તળ મુંબઈના સૅન્ડહર્સ્ટ રોડ, નૂરબાગ પાસેના વાલપખાડીમાં આવેલી બીએમસી ચાલીમાં રહેતાં ૩૯ વર્ષનાં ભાવના મનીષ સોલંકી કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે, જેને કારણે તેમને અઠવાડિયામાં ૩ દિવસ ડાયાલિસિસ કરાવવું પડે છે.

તેમની ટ્રીટમેન્ટ ભાયખલાની માસીના હૉસ્પિટલના ડૉક્ટર એમ. એમ. બહાદુર અને તેમના અસિસ્ટન્ટ ડૉક્ટર ચંદન ચૌધરી કરી રહ્યા છે. ડાયાલિસિસ, ડાયલાઇઝર, ઇન્જેક્શન વગેરે મળી મહિને ૨૨,૦૨૦ રૂપિયાનો ખર્ચ આવે છે. આખા વર્ષનો ખર્ચ ૨,૬૪,૨૪૦ થાય છે, જે તેમનો મધ્મવર્ગીય પરિવાર હવે પહોંચી વળી શકે એમ નથી. એથી તેમને આર્થિક મદદની જરૂર છે. જેકોઈ વાચક કે દાતા તેમને મદદ કરવા ઇચ્છતા હોય તો તેઓ નીચે આપેલી બૅન્કની માહિતીના આધારે દાન આપી શકે છે. માસીના હૉસ્પિટલ દ્વારા ક્વૉલિટી કૅર ડાયાલિસિસ પ્રા‍ઇવેટ લિમિટેડને ડાયાલિસિસ સેન્ટર આઉટસોર્સ કરાયું છે જે માસીના હૉસ્પિટલની જગ્યામાં જ ચાલે છે. દાતાઓને ખાસ વિનંતી કે જો તમે ઑનલાઇન ફન્ડ ટ્રાન્સફર કરતા હો તો રિમાર્કની કૉલમમાં અને ચેક આપતા હો તો ચેકની પાછળ ભાવના મનીષ સોંલકીનો પેશન્ટ આઇડી નંબર PID-૮૦૦૩૨ જરૂરથી લખજો, જેથી દાનની એ રકમ તેમને માટે જ વાપરી શકાય.

mumbai mumbai news byculla