ગુજરાતી ટીનેજરે એક મિનિટમાં ૨૩૨ પન્ચિંગ કર્યાં

04 December, 2020 01:24 PM IST  |  Mumbai | Mumbai correspondent

ગુજરાતી ટીનેજરે એક મિનિટમાં ૨૩૨ પન્ચિંગ કર્યાં

ધિયાન શાહના ટ્રેઇનર અમર સિંહ સર્ટિફિકેટ સાથે.

વિલે પાર્લે (વેસ્ટ)માં રહેતા અને જમનાબાઈ નરસી મોનજી સ્કૂલના ચોથા ધોરણમાં ભણતા આઠ વર્ષના ધિયાન હિરેન શાહ નામના ગુજરાતી ટીનેજરે દેશભરમાં પોતાનું નામ રોશન કર્યું છે. લૉકડાઉનના સમયનો સદુપયોગ કરીને છેલ્લા છ મહિનાથી ટીનેજરે ભારે મહેનત કરીને ફક્ત એક મિનિટમાં ૨૩૨ પન્ચિંગ કરીને પોતાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સામેલ કર્યું છે.
ધિયાનના ટ્રેઇનર અમર સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં ધિયાને માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું હતું. ફક્ત લગભગ છ મહિનાની અંદર ધિયાને પિક-અપ પકડી લીધું હતું. આટલી નાની ઉંમરે ભાગ્યે જ આ રેકૉર્ડ આપણે બનાવી શકીએ. આ પહેલાં મોટી ઉંમરની કૅટેગરીમાં ૨૧૯ પન્ચિંગનો રેકૉર્ડ હતો.’
ધિયાનનાં મમ્મી સિદ્ધિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં જ્યાં બાળકોએ તેમના પેરન્ટ્સના નાકે દમ લાવી દીધો હતો ત્યારે ધિયાને કંઈ અચીવ કરવાની ઇચ્છા રાખી હતી. તેણે ખૂબ મહેનત કરી હતી. ટ્રેઇનિંગમાં તે જખમી થયો હોવા છતાં હાર નહોતી માની અને ટ્રેઇનિંગ ચાલુ રાખી હતી. તેને ભવિષ્યમાં અનેક રેકૉર્ડ પોતાના નામે કરવાની સાથે ઇન્ડિયન ઍર ફોર્સમાં પાઇલટ બનવાની ઇચ્છા છે.’

mumbai mumbai news vile parle