નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

08 August, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં ‘મિડ-ડે’ આયોજિત કૃષ્ણ ઉત્સવમાં ફાલ્ગુની પાઠકના તાલે હકડેઠઠ ભરાયેલા હૉલમાં સેંકડો લોકોએ કૃષ્ણભક્તિ માણી હતી

તસવીર : સમીર માર્કન્ડે, અતુલ કાંબળે

કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં ‘મિડ-ડે’ આયોજિત કૃષ્ણ ઉત્સવમાં ફાલ્ગુની પાઠકના તાલે હકડેઠઠ ભરાયેલા હૉલમાં સેંકડો લોકોએ કૃષ્ણભક્તિ માણી હતી. એટલું જ નહીં, કૃષ્ણભક્તિમાં લોકોને તરબોળ કરવાની સાથે વૈષ્ણવોના આસ્થાસ્થાન સમા વૈષ્ણવાચાર્ય ૧૦૮ પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજે પોતાનાં વચનામૃતનો લાભ શ્રોતાઓને આપ્યો હતો. આ ઉપરાંત આપશ્રીની આજ્ઞાથી થયેલા અદ્ભુત નંદોત્સવમાં લાલનને પારણામાં પધરાવ્યા બાદ પૂજ્ય જે જેએ લાલનને પારણામાં ઝુલાવ્યા હતા ત્યારે લોકો કૃષ્ણભક્તિમાં ઝૂમી ઊઠ્યા હતા અને ફાલ્ગુનીએ નંદોત્સવ માટે ખાસ તૈયાર કરેલા ગીત પર લોકોએ ઘેલા થઈને ડાન્સ કર્યો હતો. 

કૃષ્ણ ઉત્સવના વિગતવાર અહેવાલ અને તસવીરો માટે જોતા રહો ‘મિડ-ડે’...

mumbai mumbai news gujarati mid-day falguni pathak