પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને જીએસટીમાં રાહત

08 December, 2020 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને જીએસટીમાં રાહત

પ્રતીકાત્મક તસવીર

સરકારે જીએસટી યંત્રણા હેઠળ નાના કરદાતાઓ માટે ક્વૉર્ટરલી રિટર્ન ફાઇલિંગ ઍન્ડ મન્થલી પેમેન્ટ ઑફ ટૅક્સિસ (ક્યુઆરએમપી) યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત જે કરદાતાનું સરેરાશ વાર્ષિક ટર્નઑવર પાંચ કરોડ રૂપિયા કરતાં ઓછું હોય અને જેમણે ઑક્ટોબરનું જીએસટીઆર-૩બી રિટર્ન ૩૦ નવેમ્બર સુધીમાં ભરી દીધું હોય તેઓ આ યોજનાના લાભ માટે પાત્ર હશે. પાંચ ઑક્ટોબરે યોજાયેલી બેઠકમાં જીએસટી કાઉન્સિલે કહ્યું હતું કે રજિસ્ટર્ડ કંપની કે વ્યક્તિ જે સરેરાશ વાર્ષિક પાંચ કરોડ જેટલું ટર્નઓવર ધરાવતી હશે તેમને પહેલી જાન્યુઆરી, ૨૦૨૧થી માસિક ધોરણે કર ચૂકવવાની તેમ જ ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે.

પાંચ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલી ક્યુઆરએમપી યોજના પાંચ કરોડ રૂપિયા કરતાં ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રિટર્ન ફાઇલ કરવા જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીનો વિકલ્પ અપનાવી શકે છે.

કરદાતાઓ સેલ્ફ-એસેસમેન્ટ કે પછી ત્રિમાસિક માટે અગાઉ ફાઇલ કરેલા જીએસટીઆર-૩બીની નેટ રોકડ જવાબદારીના ૩૫ ટકા પ્રમાણે ચલાન મારફત દર મહિને જીએસટીની ચુકવણી કરી શકશે.

કરદાતાઓ એસએમએસ મારફત પણ ત્રિમાસિક જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બી ફાઇલ કરી શકશે.

maharashtra goods and services tax