લેડીઝ ડબ્બા પાસે GRPના જવાનો સાદા ડ્રેસમાં ઊભા રહીને મહિલા પૅસેન્જરોની રક્ષા કરશે

30 December, 2012 05:27 AM IST  | 

લેડીઝ ડબ્બા પાસે GRPના જવાનો સાદા ડ્રેસમાં ઊભા રહીને મહિલા પૅસેન્જરોની રક્ષા કરશે



જીઆરપીના ડેપ્યુટી પોલીસ-કમિશનર જી. એસ. ભંડારેએ કહ્યું હતું કે ‘અમે અનેક રેલવે-સ્ટેશનો પર સાદા ડ્રેસમાં જવાનોને તહેનાત કરી દીધા છે. તેઓ પીક-અવર્સ દરમ્યાન ધ્યાન રાખશે અને મહિલાઓ પર નજર રાખતા તથા મજનુગીરી કરતા રોમિયોને પકડશે.’

એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘સાદા ડ્રેસમાં રહેવાથી અમારા જવાનો સામાન્ય પૅસેન્જરની જેમ બધા પર નજર રાખી શકશે. મહિલાઓ અમારાં પોલીસ-સ્ટેશનોમાં આવીને ફરિયાદ કરવામાં ખચકાટ અનુભવે છે એથી હવે અમે લેડીઝ ડબ્બા પાસે ઊભા રહીને મહિલાઓની છેડતી કરતાં તkવોને પકડીશું. આવા લોકોની તરત ધરપકડ કરવામાં આવશે.’

રેલવે પ્રોટેક્શન ફોર્સે પણ મુખ્ય રેલવે-સ્ટેશનો પર એની મહિલા વાહિની ટુકડીઓને તહેનાત કરી છે. સેન્ટ્રલ રેલવેમાં ૯૬ જ્યારે વેસ્ટર્ન રેલવેમાં ૬૭નો સ્ટાફ આ વાહિનીમાં છે. જોકે ૨૦ લાખ મહિલા પ્રવાસીઓ માટે આ ટુકડીઓ ઘણી ઓછી છે.