સેન્ટ્રલ રેલવેના વિસ્ટાડોમ કોચને જબરદસ્ત પ્રતિસાદ

26 May, 2022 09:00 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સેન્ટ્રલ રેલવેના વિસ્ટાડોમ કોચને પ્રવાસીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : સેન્ટ્રલ રેલવેના વિસ્ટાડોમ કોચને પ્રવાસીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મુંબઈ-ગોવા માર્ગ પરની ખીણો, નદીઓ અને ધોધનાં આકર્ષક દૃશ્યો હોય કે પછી મુંબઈ-પુણે માર્ગ પરના પશ્ચિમ ઘાટનાં અદ્ભુત દૃશ્યો હોય, કાચની ટોચ અને પહોળી વિન્ડોવાળા આ કોચ પ્રવાસીઓની પસંદ સાબિત થયા છે. 
આ પ્રતિસાદને જોતાં સેન્ટ્રલ રેલવેએ ૨૦૨૧ના ઑક્ટોબરથી ૨૩ મે ૨૦૨૨ સુધીમાં ૬.૪૪ કરોડ રૂપિયાની આવક નોંધાવતાં ૪૯,૮૯૬ પ્રવાસીઓએ મુસાફરી કરી હોવાનું નોંધાયું છે. સીએસએમટી-મડગાંવ-સીએસએમટી જનશતાબ્દી એક્સપ્રેસ ૧૦૦ ટકા કરતાં વધુ એટલે કે ૧૮,૬૯૩ મુસાફરોની નોંધ સાથે ૩.૭૦ કરોડ રૂપિયાની આવક રજિસ્ટર કરીને સૌથી આગળ 
છે. સીએસએમટી-પુણે-સીએસએમટી ડેક્કન ક્વીનમાં અપ દિશામાં એટલે કે પુણેથી મુંબઈ સુધી ૧.૬૩ કરોડ રૂપિયાની આવક સાથે ૯૯ ટકા ઑક્યુપન્સી નોંધાઈ છે, જ્યારે ડેક્કન એક્સપ્રેસની ૧૦૦ ટકા ઑક્યુપન્સી સાથે એટલે કે ૧૬,૪૫૩ મુસાફરો સાથે ૧.૧૧ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. 
અનોખા વિસ્ટાડોમ કોચમાં કાચની છતની ટોચ હોવા ઉપરાંત વિશાળ વિન્ડો પેન, એલઈડી લાઇટ, રોટેટેબલ સીટ અને પુશબૅક ચૅર, જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, મલ્ટિપલ ટીવી સ્ક્રીન, ઇલેક્ટ્રિકલી ઑપરેટેડ ઑટોમૅટિક સ્લાઇડિંગ કમ્પાર્ટમેન્ટ ડોર્સ જેવી સુવિધાઓ છે. 

mumbai news