મુંબઈગરાંને મોટી રાહત! નવા દર્દીઓની સરખામણીએ ત્રણ ગણા વદ કેસ નોંધાયા

16 January, 2022 09:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે મુંબઈમાં 7,895 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને સારવાર દરમિયાન 11નાં મોત થયાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના મહામારીને કારણે દર્દીઓની વધતી સંખ્યા આજે થોડી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં દર્દીઓની આ સંખ્યા શહેરીજનો અને નગરપાલિકા પ્રશાસન માટે રાહતરૂપ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 7,895 નવા કોરોના સંક્રમણ મળી આવ્યા છે અને લગભગ ત્રણ ગણા વધુ એટલે કે 21,025 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે મુંબઈમાં 7,895 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને સારવાર દરમિયાન 11નાં મોત થયાં હતાં. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,457 થઈ ગયો છે. તો 21,025 દર્દીઓ કોરોનાને માત આપવાને કારણે મુંબઈનો રિકવરી રેટ વધીને 92 ટકા થયો છે.

મુંબઈમાં 7,895 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 688 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 127 બેડમાંથી માત્ર 5 હજાર 722 બેડનો ઉપયોગ થયો છે. આ સિવાય હાલ મુંબઈમાં 54 ઈમારતો સીલ કરવામાં આવી છે. હાલમાં મુંબઈમાં 60 હજાર 371 સક્રિય દર્દીઓ છે.

mumbai mumbai news coronavirus