અણ્ણા હઝારે હાર સ્વીકારી લેશે એવી સરકારની ધારણા ખોટી : અનુપમ ખેર

28 December, 2011 05:09 AM IST  | 

અણ્ણા હઝારે હાર સ્વીકારી લેશે એવી સરકારની ધારણા ખોટી : અનુપમ ખેર

 

એવું કંઈ થવાનું નથી. ફાઇટ ચાલતી જ રહેવાની છે. અણ્ણા કરપ્શન વિરુદ્ધ લડી રહ્યા છે, પણ સરકાર એવું માને છે કે તેઓ સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે એ ખોટી વાત છે. જો કોઈ ઍક્ટિવિસ્ટ અથવા સોશ્યલ વર્કર કરપ્શનની વિરુદ્ધ બોલે તો પણ તેઓ સરકારની વિરુદ્ધમાં છે એવું અર્થઘટન કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ સાચું નથી. મારા દાદાએ મને કહ્યું હતું કે સચ્ચાઈની સાથે જ ઊભા રહેવું જોઈએ અને તેની જ જીત થાય છે. આને કારણે જ હું અણ્ણા હઝારેને સપોર્ટ કરવા આવ્યો છું. લોકો કરપ્શનથી કંટાળી ગયા છે.

અણ્ણા હઝારેને સપોર્ટ કરીને હું સારું કામ કરી રહ્યો હોવાનું લોકો મને કહે છે.’ એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો હતો એને જોઈને અનુપમ ખેરે કહ્યું હતું કે આ જ અણ્ણાજી માટે અચીવમેન્ટ છે.

રપ્શનની વિરુદ્ધ લડતા લોકોને મારો સપોર્ટ : અભિષેક બચ્ચન

ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડી રહેલા સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને સપોર્ટ આપવા માટે અભિષેક બચ્ચન આગળ આવ્યો છે. લખનઉમાં પોતાની ફિલ્મ ‘પ્લેયર્સ’નું પ્રમોશન કરવા ગયેલા અભિષેકે કહ્યું હતું કે ‘એક્સ, વાય અથવા ઝેડ જે કોઈ કરપ્શનની વિરુદ્ધ અથવા દેશના હિતમાં લડશે તેને મારો સપોર્ટ રહેશે. મારું શૂટિંગ ચાલતું હોવાથી હું મુંબઈમાં અણ્ણાને સપોર્ટ આપવા નહીં રહી શકું.’

ઉત્તર પ્રદેશમાં આવી રહેલા વિધાનસભાના ઇલેક્શનમાં તેમના પરિવારમાંથી કોઈ કૅમ્પેન કરવા આવશે કે કેમ એવા સવાલના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે ‘અમારી ફૅમિલીમાંથી કોઈ હવે પૉલિટિક્સમાં ઇન્વૉલ્વ નથી. રાજ્યને પ્રમોટ કરવું અને ઇલેક્શનમાં કૅમ્પેન કરવું એ અલગ વાત છે.’