પેટ્રોલ-પમ્પના ડીલરોના કમિશન માટે ફરી મોંઘાં થશે પેટ્રોલ અને ડીઝલ

26 October, 2012 05:18 AM IST  | 

પેટ્રોલ-પમ્પના ડીલરોના કમિશન માટે ફરી મોંઘાં થશે પેટ્રોલ અને ડીઝલ



પેટ્રોલ-પમ્પના ડીલરોને એક લિટર પેટ્રોલ વેચતાં હવે ૧.૮૦ રૂપિયા અને એક લિટર ડીઝલ વેચતાં ૧.૦૯ રૂપિયા કમિશન મળશે. આ કમિશન વધારવા માટે પેટ્રોલ-પમ્પના ડીલરોએ ૧૫ ઑક્ટોબરથી એક જ શિફ્ટમાં કામ કરવાનું આંદોલન ચલાવ્યું હતું, પણ સરકારે ઘટતું કરવાની ખાતરી આપતાં એક દિવસ બાદ એ પાછું ખેંચી લીધું હતું. જુલાઈ ૨૦૧૧ બાદ પહેલી વાર ડીલરોનું કમિશન વધારવામાં આવ્યું છે. જોકે પેટ્રોલ-પમ્પના ડીલરોએ પેટ્રોલના વેચાણ પર લિટરદીઠ ૬૭ પૈસા અને ડીઝલના લિટરદીઠ વેચાણ પર ૪૨ પૈસાના વધારાની માગણી કરી હતી.