૧૫,૦૦૦ રૂપિયા સુધીની મેડિકલ હેલ્પ, મૃત્યુ થાય તો દોઢ લાખ રૂપિયા

02 August, 2012 05:30 AM IST  | 

૧૫,૦૦૦ રૂપિયા સુધીની મેડિકલ હેલ્પ, મૃત્યુ થાય તો દોઢ લાખ રૂપિયા

દહીહંડી અને ગણેશોત્સવના તહેવાર દરમ્યાન કોઈ અકસ્માત થાય અને મટકી ફોડવા નીકળનારા ગોવિંદાઓ કે ગણેશભક્તોમાંથી જો કોઈ જખમી થાય તો તેમને ૧૫,૦૦૦ રૂપિયા સુધીની મેડિકલ હેલ્પ આપવાનો તેમ જ કોઈનું મૃત્યુ થાય તો એ સ્વયંસેવકનાં સગાંસંબંધીને દોઢ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનો નિર્ણય સુધરાઈએ લીધો છે. આવતા અઠવાડિયે દહીહંડી તો ૧૯ સપ્ટેમ્બરે ગણેશચતુર્થી છે. દહીહંડીમાં માનવ-પિરામિડ રચવામાં આવતા હોય છે. એ દરમ્યાન અનેક ગોવિંદાઓ પડીને જખમી થતા હોય છે, જ્યારે ગણેશોત્સવ દરમ્યાન વર્સિજનના દિવસે ધક્કામુક્કી સહિત અનેક બનાવો બનતા હોય છે એટલે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ લોકોને વીમાસંરક્ષણ મળવું જોઈએ એવી માગણી કરી હતી.