‘રાજ્યપાલ પદ પર છે એટલે ગરિમા જાળવી છે, નહીં તો…’: ભડક્યા રાજ ઠાકરે

27 November, 2022 08:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ ઠાકરે મુંબઈના ગોરેગાંવના નેસ્કો મેદાનમાં MNS જૂથ પ્રમુખોની એક બેઠકમાં બોલી રહ્યા હતા

ફાઇલ તસવીર

"તમારી ઉંમર શું છે? તમે શું બોલો છો? આ મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે? રાજ્યપાલ પદ પર છે એટલે ગરિમા જાળવી રહ્યા છીએ. નહીં તો, મહારાષ્ટ્રમાં ગાળોની કોઈ અછત નથી.” MNS પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)એ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari)ને આ ચેતવણી આપી છે. રાજ ઠાકરે મુંબઈના ગોરેગાંવના નેસ્કો મેદાનમાં MNS જૂથ પ્રમુખોની એક બેઠકમાં બોલી રહ્યા હતા.

રાજ ઠાકરેએ આ પ્રસંગે રાજ્યપાલના વિવાદાસ્પદ નિવેદનોની નોંધ લીધી હતી. જો ગુજરાતીઓ અને મારવાડીઓ મહારાષ્ટ્રમાંથી બહાર જાય તો શું થશે? રાજ્યપાલના આ નિવેદનના આધારે રાજ ઠાકરેએ રાજ્યપાલ પર નિશાન સાધ્યું. તેમને કહ્યું કે “સૌપ્રથમ ગુજરાતી અને મારવાડી લોકોને પૂછો, તમે તમારા રાજ્યમાંથી ઉદ્યોગ માટે મહારાષ્ટ્રમાં કેમ આવ્યા? અન્ય રાજ્યોમાંથી લોકો અહીં ઉદ્યોગ માટે આવે છે કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્યોગ માટે ફળદ્રુપ જમીન છે. મહારાષ્ટ્ર મોટું હતું અને હંમેશા મોટું રહેશે. મહારાષ્ટ્રમાં શું છે તે કોશ્યારીઓ પાસેથી સાંભળવા માગતા નથી.”

તેમને કહ્યું કે “તમે ઉદ્યોગપતિ છો, વેપારી છો, તો તમે તમારા રાજ્યમાં વેપાર કેમ ન કર્યો? તમે મહારાષ્ટ્ર કેમ આવ્યા? ઉદ્યોગો અને વેપાર સ્થાપવા માટે મહારાષ્ટ્ર જેટલી ફળદ્રુપ જમીન ત્યાં નહોતી. મહારાષ્ટ્ર સંસ્કારી છે. જ્યારે આ દેશ ન હતો ત્યારે આ વિસ્તાર હિંદ પ્રાંત તરીકે ઓળખાતો હતો. આ હિંદ પ્રાંત પર અનેક આક્રમણો થયા, પરંતુ મરાઠા સામ્રાજ્યએ હિંદ પ્રદેશ પર 600 વર્ષ સુધી શાસન કર્યું. મહારાષ્ટ્ર શરૂઆતથી જ સમૃદ્ધ હતું.

રાજ ઠાકરેએ કહ્યું કે “જો તમે આજે આ ગુજરાતી અને મારવાડી લોકોને કહો હવે તમારા રાજ્યમાં જઈને વેપાર કરો. તો શું આ જશે? આજે પણ જો કોઈ વિદેશી ઉદ્યોગને દેશમાં લાવવો હોય તો સૌથી પહેલાં મહારાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવે છે.”

દરમિયાન, રાજ ઠાકરેએ રાજ્યની વર્તમાન સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું “કોઈ પણ વ્યક્તિ ઊઠે છે અને કંઈપણ કહે છે. આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. શું જાતિનું ઝેર બનાવવા સાધુ-સંતોએ આપણને સંસ્કાર આપ્યા હતા? શું આપણે આવું મહારાષ્ટ્ર જોવા માગીએ છીએ? જોકે, રાજ્યમાં આ વાતાવરણને કારણે અનેક યુવાનો શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તૂટ્યો ફૂટઓવર બ્રિજ: રેલવે ટ્રેક પર પડ્યા લોકો

mumbai mumbai news maharashtra