અદાણી ઍરપૉર્ટને સોંપવામાં આવશે મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ, સરકારે આપી છૂટ

24 June, 2021 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ (MIAL)નું સ્વામિત્વ અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સને હસ્તાંતરિત કરવાની પરવાનગી આપી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્ર મંત્રિમંડળે નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ બનાવતી મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ (MIAL)અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સને હસ્તાંતરિત કરવા માટે પરવાનગી આપી દીધી. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ એક નિવેદનમાં કહ્યું છે કે નવા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ માટે જમીન અધિગ્રહણનું કામ પૂરું થઈ ગયું છે. આ ઍરપૉર્ટ 1,160 હૅક્ટેયર ક્ષેત્રમાં બનશે. ઍરપૉર્ટનું પહેલું ચરણ 2023-24 સુધી પૂરું થવાની આશા છે.

નિવેદન પ્રમાણે એમઆઇએએલનું સ્વામિત્વ બદલી દેવામાં આવ્યું છે. જીવીકે ઍરપૉર્ટ્સ ડેવલપર્સના 50.5 ટકા શૅર હતા જેને અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે ખરીદી લીધું છે. સ્વામિત્વમાં ફેરફારને કેન્દ્ર સરકાર, ભારતીય પ્રતિભૂતિ તેમજ વિનિમય બૉર્ડ અને અન્યએ સ્વીકૃતિ આપી દીધી છે.

એક અન્ય મામલે મંત્રિમંડળે 285 કરોડ રૂપિયાની મરાઠાવાડ જળ ગ્રિડ પરિયોજનાના પહેલા ચરણને સ્વીકૃતિ આપી છે. આ પરિયોજના ઔરંગાબાદ જિલ્લાના પૈઠણ તાલુકામાં જયકવાડી બંધથી શરૂ થશે. આમાં ઔરંગાબાગ જિલ્લા અને મરાઠવાડા અંચલના અન્ય તાલુકાને જલ ઉપલબ્ધતાને આધારે જળ ઉપલબ્ધતાને આધારે આ પરિયોજનામાં જોડવા માટે પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજ્યનું જળ સંસાધન વિભાગ પશ્ચિમ-પ્રવાહી નદીઓના પ્રવાગને વાળીને ગોદાવરી ઘાટીમાં પહોંચાડવાની શક્યતાનું પણ અધ્યયન કરી રહ્યું છે.

Mumbai mumbai news maharashtra