મહારાષ્ટ્ર સરકારે એલેન મસ્કને પાઠવ્યું આમંત્રણ; કહ્યું તમામ મદદ કરીશું

17 January, 2022 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં ભારતમાં આયાતી કાર પર 60થી 100 ટકાની વચ્ચે કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે.

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને રાજ્યમાં ફેક્ટરી સ્થાપવા આમંત્રણ આપ્યું છે. મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી જયંત પાટીલે રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે રાજ્ય ટેસ્લાની ફેક્ટરીનું સ્થળ બની શકે છે. પશ્ચિમ બંગાળ સરકારે પણ ટેસ્લાને રાજ્યમાં તેની ફેક્ટરી સ્થાપવા આમંત્રણ આપ્યું છે.

આ જ ટ્વિટનો જવાબ આપતા જયંત પાટીલે કહ્યું કે મહારાષ્ટ્ર ભારતના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે “અમે તમને ભારતમાં ફેક્ટરી ખોલવા માટે મહારાષ્ટ્ર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડીશું. અમે તમને મહારાષ્ટ્રમાં તમારી ફેક્ટરી સ્થાપવા માટે આમંત્રિત કરીએ છીએ.”

ભારતમાં લાંબા સમયથી મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ ઓપરેશન્સ શરૂ કરવામાં રસ દાખવવા છતાં, એલોન મસ્કએ ગયા વર્ષે ઓગસ્ટમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતમાં આયાત ડ્યૂટી વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં સૌથી વધુ છે, જે OEM યોજનાને પ્રભાવિત કરે છે.           

હાલમાં ભારતમાં આયાતી કાર પર 60થી 100 ટકાની વચ્ચે કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. ભારત 40,000 ડોલરથી વધુની CIF (કિંમત, વીમા અને નૂર) મૂલ્ય ધરાવતી સંપૂર્ણ આયાતી કાર પર 100% કસ્ટમ ડ્યૂટી લાવે છે, જ્યારે 60 ટકા એવી કાર પર કે જેની કિંમત રકમ કરતાં ઓછી છે.

ટેસ્લા ભારતમાં કારનું ઉત્પાદન કરવાને બદલે અહીં આયાતી કાર વેચવા માગે છે. ટેસ્લાએ ઘણા ફોરમમાં કહ્યું છે કે ભારત સરકારે ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યૂટી ઘટાડવી જોઈએ. જોકે, ભારે ઉદ્યોગ મંત્રાલયે ટેસ્લાને કડક શબ્દોમાં કહ્યું છે કે ટેસ્લા ભારત આવે અને પહેલા કાર બનાવે, પછી કોઈપણ છૂટ પર વિચાર કરવામાં આવશે. સરકારના સૂત્રોનું કહેવું છે કે ટેસ્લાને મુક્તિ આપીને તે સમગ્ર ઉદ્યોગને ખોટો સંદેશ આપવા માગતી નથી કારણ કે ઘણી સ્થાનિક કંપનીઓએ અહીં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.

mumbai news mumbai maharashtra