બેમુદત હડતાળ પર ઊતર્યા બાદ વેપારીઓ માટે ગુડ ન્યુઝ

05 December, 2012 05:03 AM IST  | 

બેમુદત હડતાળ પર ઊતર્યા બાદ વેપારીઓ માટે ગુડ ન્યુઝ


ગઈ કાલે રૅશનિંગ ડિપાર્ટમેન્ટે સાવલા કોલ્ડ સ્ટોરેજમાં જે ૮૧ વેપારીઓનો માલ સીલ કર્યો હતો એમાંથી ૫૯ વેપારીઓનો માલ રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે. એ ૫૯ વેપારીઓએ તેમના હિયરિંગમાં તેમના ડૉક્યુમેન્ટ્સની રજૂઆત કરી હતી, એથી રૅશનિંગ ડિપાર્ટમેન્ટે ગઈ કાલે એ તપાસી તેમને નર્દિોષ છોડી મૂક્યા છે.

ગઈ કાલે પણ ગ્રોમાના હોદ્દેદારો અને વેપારીની મીટિંગ થઈ હતી, જેમાં ગ્રોમાના પ્રમુખ જયંતી રાંભિયા, મંત્રીઓ જયેશ રામી, કાનજી ગાલા તેમ જ આ આંદોલનના કન્વીનર અશોક બડિયા પણ હાજર રહ્યા હતા. હવે રૅશનિંગ ડિપાર્ટમેન્ટના આ પગલા પછી દેશાવરથી માલ મગાવવો કે નહીં એ વિશે નર્ણિય કરવા આવતી કાલે વેપારીઓની એક જનરલ મીટિંગનું આયોજન ગ્રોમાના હૉલમાં કરવામાં આવ્યું છે.

એપીએમસી - APMC = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી, ગ્રોમા - GROMA = ગ્રેઇન, રાઇસ ઍન્ડ ઑઇલસિડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન