ધનતેરસે સોનાની ધૂમ ખરીદી

12 November, 2012 05:19 AM IST  | 

ધનતેરસે સોનાની ધૂમ ખરીદી

દર વખત કરતાં ગઈ કાલે સોનાનું ૩૦ ટકા વધુ વેચાણ થયું હતું અને આજે પણ સવારના ૧૦.૪૦ વાગ્યા સુધી ધનતેરસ હોવાથી એ ખરીદી ચાલુ રહેશે. જ્વેલરીની ચેઇન-શૉપ ધરાવતા મુંબઈના કુમાર જૈને કહ્યું હતું કે ગઈ કાલે સોનાના વેચાણમાં ૨૫થી ૩૦ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે હાલમાં ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે પાડેલા દરોડાને કારણે માર્કે‍ટના વેચાણ પર કોઈ અસર થઈ હતી? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ઇન્કમ-ટૅક્સના જે દરોડા પડ્યા હતા એ આંગડિયા પેઢીઓ પર પડ્યા હતા. એની કોઈ અસર માર્કે‍ટમાં જોવા મળી નહોતી અને રાબેતા મુજબ ધંધો ચાલુ રહ્યો હતો.’  

ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીના માર્કે‍ટિંગ હેડ કિરણ દીક્ષિતે કહ્યું હતું કે ‘ગયા વર્ષ કરતાં આ વર્ષે‍ વધુ સારું વેચાણ થયું છે. લોકો આ વખતે સોનાના સિક્કા ખરીદવા કરતાં ઘરેણાં વધુ ખરીદી રહ્યા છે. દિવાળી પછી તરત જ લગ્નની સીઝન ચાલુ થવાની છે એટલે લોકો ઘરેણાંમાં વધુ ઇન્વેસ્ટ કરી રહ્યા છે.’