ટિટવાલામાંથી સોનાનાં બિસ્કિટ અને કૅશ સાથે એક જણ પકડાયો

04 October, 2022 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્કમ-ટૅક્સ ઑફિસર્સને આ બાબતે જાણ કરીને તેમને વધુ તપાસ માટે બોલાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોએ પહેલી ઑક્ટોબરે ટિટવાલા સ્ટેશન પર શંકાસ્પદ રીતે આંટા મારી રહેલા ગણેશ મંડોલને ઝડપીને તેની પૂછપરછ કરતાં તેની પાસેની બૅગપૅકમાંથી ૫૬ લાખ રૂપિયા રોકડા અને ૧.૧૫ કરોડ રૂપિયાનાં સોનાનાં બે બિસ્કિટ મળી આવ્યાં હતાં. તેની પાસે આ રોકડ અને સોનાનાં બિસ્કિટ ક્યાંથી આવ્યાં એનો તે સંતોષપૂર્વક ખુલાસો ન આપી શકતાં આરપીએફના જવાનોએ તેની ધરપકડ કરીને મતા જપ્ત કરી હતી અને ઇન્કમ-ટૅક્સ ઑફિસર્સને આ બાબતે જાણ કરીને તેમને વધુ તપાસ માટે બોલાવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ગણેશ મંડોલે કહ્યું હતું કે તે ઉત્તર પ્રદેશના લખનઉથી પુષ્પક એક્સપ્રેસમાં અહીં આવ્યો હતો. ઇન્કમ-ટૅક્સના ઑફિસરો હવે એ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.   

mumbai mumbai news indian railways