વેડિંગસૂત્ર ઈન્ફ્લુએન્સર એવોર્ડ્સમાં ગિરીશ શર્માએ જીત્યો ગોલ્ડ એવોર્ડ

19 November, 2021 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગિરીશ શર્માએ તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ ખાતે આયોજિત વેડિંગસૂત્ર ટીમ દ્વારા “ભારતમાં શ્રેષ્ઠ એન્કર 2021 ગોલ્ડ” એવોર્ડ જીત્યો હતો.

ગિરીશ શર્મા

ગિરીશ શર્માએ તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ ખાતે આયોજિત વેડિંગસૂત્ર ટીમ દ્વારા “ભારતમાં શ્રેષ્ઠ એન્કર 2021 ગોલ્ડ” એવોર્ડ જીત્યો હતો.

તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ તાજેતરમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત લાઈવ શો ઈન્ડસ્ટ્રી એવોર્ડ્સ ‘વેડિંગસૂત્ર ઈન્ફ્લુએન્સર એવોર્ડ્સ 2021’નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એમસી ગીરીશ શર્માએ ‘બેસ્ટ વેડિંગ એમસી/માસ્ટર ઓફ સેરેમની’ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો હતો.

ગિરીશ શર્માએ પોતાની ખુશી શેર કરતાં કહ્યું હતું કે “આ એવોર્ડ દરેક ઈવેન્ટ પ્લાનરનો છે, જેમણે મારા પર વિશ્વાસ કર્યો છે. આ પુરસ્કાર તે બધા યુગલોનો છે, જેમણે તેમના લગ્નની તારીખ બદલી છે કારણ કે તેઓ મને તેમના એન્કર તરીકે રાખવા માગતા હતા. આ ખૂબ જ ખાસ છે.”

“લાઈવ શો ઈન્ડસ્ટ્રીના લોકો માટે વેડિંગસૂત્ર ઓસ્કાર જેવું છે, જે વિજેતાઓ તેને જીતે છે. તે લાઈવ શો મનોરંજનની વ્યાખ્યા બદલી નાખે છે. તેમાં કોઈ શંકા નથી કે આખું ભારત વેડિંગસૂત્રને અનબીટેબલ નંબર વન એવોર્ડ શો માને છે. અહીં ગોલ્ડ જીતવું એ આશીર્વાદ સમાન છે.” તેમણે ઉમેર્યું હતું.

mumbai news mumbai