26 April, 2025 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખથી ઘોડબંદર સુધીના રસ્તાનું ગઈ કાલ રાતથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જે ૨૯ એપ્રિલની મોડી રાત સુધી ચાલશે. આ માટે આ રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ગાયમુખથી ઘોડબંદર દરમ્યાન હળવાં વાહનો રૉન્ગ સાઇડમાં ચલાવી શકાશે. જોકે આ સમયે ટ્રૅફિક-જૅમ થવાની શક્યતા છે. વર્સોવા પોલીસચોકીથી નીરા કેન્દ્ર ઘાટ (ઘોડબંદર રોડ) દરમ્યાન રૉન્ગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રૅફિક વિભાગે વાહનચાલકોને સલાહ આપી છે કે ૩૦ એપ્રિલની સવાર સુધી ઘોડબંદર રોડ પર ભારે ટ્રૅફિક-જૅમ થઈ શકે છે એટલે લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો.