ઘાટકોપરમાં તો મહિલાઓએ લાલકૃષ્ણ અડવાણીને તેમના રથની પરિક્રમા કરીને વધાવ્યા

06 November, 2011 02:17 AM IST  | 

ઘાટકોપરમાં તો મહિલાઓએ લાલકૃષ્ણ અડવાણીને તેમના રથની પરિક્રમા કરીને વધાવ્યા



ઘાટકોપર (ઈસ્ટ)ની સિંધુવાડી પાસે સિંધી સમાજ જનચેતના યાત્રા તેમના આંગણે આવવાની છે એ જાણીને ખુશખુશાલ હતો, પરંતુ જનચેતના યાત્રાનું સ્વાગત કરવા જેટલો પણ સમય તેમને ફાળવવામાં ન આવતાં તેમનામાં નારાજગી પ્રવર્તી હતી. આમ છતાં લોકલવિધાનસભ્ય પ્રકાશ મહેતાએ ત્યાં જનચેતના યાત્રા પહોંચ્યા બાદ બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીને સિંધુવાડીમાં ૫૦ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલા કૉમ્યુનિટી હૉલનું ઉદ્ઘાટન કરવા માટે વિનંતી કરી હતી. એના જવાબમાં અડવાણીએ કહ્યું હતું કે હું અહીં બેસીને ઉદ્ઘાટનની આૈપચારિકતા પૂરી કરું છું, બાકી મેં ભ્રષ્ટાચારના વિરોધમાં જનચેતના યાત્રા કાઢી છે એટલે એના સિવાય કોઈ જ કામ નથી કરવાનો. આમ છતાં સિંધી સમાજના અગ્રણી ગોપાલ સજનાનીએ તેમને સિંધીના અધિષ્ટાયક દેવ ઝૂલેલાલનાં દર્શન કરવા માટેની વિનંતી કરી હતી, જેનો કોઈ જ જવાબ નહોતો મળ્યો.