મધ્ય પ્રદેશથી ગન વેચવા આવેલો યુવાન ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર યુનિટના હાથમાં ઝડપાયો

20 June, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭ના અધિકારીઓએ શનિવારે મુલુંડ (ઈસ્ટ)માં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મીઠાના અગર પાસે વૉચ ગોઠવીને મધ્ય પ્રદેશથી ગન વેચવા આવેલા ૨૧ વર્ષના આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી ૧૦ દેશી બનાવટની ગન, ઍર મૅગેઝિન અને ૬ બુલેટ્સ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

Mumbai mumbai news mumbai crime branch