પૈસા ન આપ્યા એટલે બામ્બુથી માર ખાવો પડ્યો

23 December, 2011 06:19 AM IST  | 

પૈસા ન આપ્યા એટલે બામ્બુથી માર ખાવો પડ્યો


ખર્ચા માટે કરવામાં આવેલી પૈસાની માગણી ફગાવી દેવાનું ઘાટકોપરના યુવાનને ભારે પડી ગયું હતું. ઘાટકોપર (વેસ્ટ)ની ભટ્ટવાડીમાં આવેલા ગણેશવાડી પાઇપલાઇન વિસ્તારમાં હેમંત આરોળકર અને ભાઈ સપકાળ રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ભાઈ સપકાળે હેમંત પાસે ખર્ચ માટે પૈસાની માગણી કરી હતી. હેમંતે પૈસા આપવાની ના પાડતાં એનો રોષ મનમાં રાખીને ભાઈ સપકાળે તેની મારપીટ કરી હતી.

ફરિયાદી હેમંતની જ ધરપકડ કરવામાં આવે તેમ જ ઘાટકોપર પોલીસે ધરપકડ કરેલા ભાઈ સપકાળ, પ્રમોદ જાધવ તથા અન્ય પંદર જણને છોડી દેવામાં આવે એવી માગણી સાથે ગણેશવાડી વિસ્તારના રહેવાસીઓએ ગુસ્સામાં ઘાટકોપર પોલીસ સ્ટેશને મોરચો કાઢ્યો હતો. ભટ્ટવાડીનાં નગરસેવિકા શુભાંગી શર્કિના વડપણ હેઠળ મોરચો લઈ જવાયો હતો.

આ વિસ્તારના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસમાં હેમંત આરોળકરે ભાઈ સપકાળ અને અન્યોની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે એ વાસ્તવિકતાથી અલગ છે. સવારે તેમણે પોલીસમાં ભાઈ સપકાળ અને અન્યો સામે ફરિયાદ કરતાં ઘાટકોપર પોલીસે ગઈ કાલે તેમની ધરપકડ કરી હતી.’