ઘાટકોપર અને કુર્લામાં ટીપુંય પાણી નહીં આવે

20 December, 2020 09:53 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઘાટકોપર અને કુર્લામાં ટીપુંય પાણી નહીં આવે

પ્રતીકાત્મક તસવીર

પવઈમાં ક્લોરિન ઇન્જેક્શન પૉઇન્ટના રિપેરિંગ અને ઘાટકોપરના ઊંચાઈએ આવેલા જળાશયમાં પાણીની મેઇન પાઇપલાઇનનો વાલ્વ બદલવાનું કામ ચાલુ હોવાથી શહેરને ૧૫ ટકા પાણીકાપનો સામનો કરવો પડશે. રિપેરિંગ ૨૨ ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૨૩ ડિસેમ્બરની સવારે ૧૦ વાગ્યા વચ્ચે કરવામાં આવશે. આ ૨૪ કલાક દરમ્યાન ઘાટકોપર અને કુર્લામાં સંપૂર્ણ પાણીકાપ રહેશે. બીએમસી ૨૨ ડિસેમ્બરે યેવઈમાં ૨૭૫૦ મિલીમીટર ડાયામીટરની પાઇપલાઇન પર આગરા રોડ વાલ્વ કૉમ્પ્લેક્સથી પોગવા વચ્ચે ક્લોરિન ઇન્જેક્શન પૉઇન્ટનું રિપેરિંગ હાથ ધરશે. આ ઉપરાંત ઘાટકોપરના ઊંચાઈએ આવેલા જળાશયની મુખ્ય પાઇપલાઇનના ૧૪૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વને બદલવાની યોજના બનાવી હતી. આ કામ મંગળવારે ૨૨ ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરીને ૨૩ ડિસેમ્બરે બુધવારે સવારે ૬ વાગ્યા સુધી ચાલશે.

mumbai mumbai news ghatkopar kurla