નગરસેવિકા શોભા આશરની કુમારિકાઓની આરતીમાં ૧૫૧ને બદલે ૨૦૧ કન્યાઓ ઊમટી પડી

05 October, 2011 08:29 PM IST  | 

નગરસેવિકા શોભા આશરની કુમારિકાઓની આરતીમાં ૧૫૧ને બદલે ૨૦૧ કન્યાઓ ઊમટી પડી


કુંવારિકાની સામૂહિક આરતીમાં તેમણે ૧૫૧ કુંવારિકાની આરતીની જાહેરાત કરી હતી, જેની સામે ૨૦૧ કુંવારિકાઓએ આરતીમાં ભાગ લીધો હતો.

શોભા આશરે તેમના આયોજન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘કુંવારિકાઓની સામૂહિક આરતીનું હું છેલ્લાં બે વર્ષથી આયોજન કરું છું, જેમાં ઘાટકોપરની કુંવારિકાઓ અતિઉત્સાહપૂર્વક ભાગ લઈ મારા આયોજનને સફળ બનાવે છે. આ વર્ષે બહુ જ ટૂંકા ગાળામાં મારી પાસે કુંવારિકાઓની આરતીમાં ભાગ લેવા માટે નામ લખાવવા માટે પડાપડી થઈ હતી. કોઈને પણ ઇનકાર કર્યા વગર મેં ૧૫૧ને સ્થાને ૨૦૧ કુંવારિકાઓને લાભ આપ્યો હતો. આરતીના કાર્યક્રમની સાથે રાખેલા દાંડિયારાસ-ગરબાની હરીફાઈમાં પણ અનેક બહેનોએ ભાગ લીધો હતાં; ૧૪ વર્ષ સુધીના ગ્રુપમાં હેતવી પટેલ, શ્વેતા લાઠિયા અને ક્રિશા પારેખને, ૧૫થી ૪૮ વર્ષના ગ્રુપમાં દિવ્યા કહાર, રાની વ્યાસ, પુષ્પાબહેન અને અપર્ણા આશરને તેમ જ ૪૯ વર્ષથી ઉપરના ગ્રુપમાં પ્રવીણા શાહ, ગીતા ઠક્કર અને નીલા ટાંકને ઇનામો મળ્યાં હતાં.’

શોભા આશરના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીજેપીના મહિલા મોરચાના અને ઘાટકોપરના અનેક પદાધિકારીઓ તેમ જ ઘાટકોપર વેપારી મંડળના અગ્રણીઓ આવ્યા હતા; જેમાં વિકાસ કામત, સીતાબાઈ બાગવે, અશોકરાય, ચેતન પુરંદરે, વિદ્યાધર મેનન, સંજય પારેખ, વિદ્યુત કાજી, નટુભાઈ મહેતા, જયેશ વરિયા, નીતિન નાઇક, અનીતા અતીતકર, બિન્દુ ત્રિવેદી, ફાલ્ગુની દવે, પૂનમ સિંહ, સુનીતા પદીરકર, વીણા લાડ, રેણુ દવે, મેઘા વરક, વૈજંતા આહેર, દીપાલી શિરસાટ, કાંચન વાડેર, બાબુભાઈ પટેલ, છગન પોકાર, મેઘજી પટેલ, લધાભાઈ પટેલ, રામજી આસર સ્કૂલના ટ્રસ્ટ દેવન્દ્ર શાહ અને પ્રમુખ ધીરુભાઈ મહેતા હાજર રહ્યાં હતાં.