Mumbai: કુર્લામાં ગેસ લીકેજની ઘટનામાં એકનું મોત બે સારવાર હેઠળ

10 January, 2022 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિથેનોલ અને સાયન્યુરિક ક્લોરાઇડ ગેસના લીકેજને કારણે આ ગેસ લીકની ઘટના બની હતી. જો કે આ દુર્ઘટના પાછળના કારણ વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી.

પ્રતીકાત્મક તસવીર

સોમવારે સવારે મુંબઈના કુર્લા (Mumbai Kurla) વિસ્તારમાં ગેસ લીકેજની (Gas Leakage) ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના ઘાટકોપર પશ્ચિમના કુર્લા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બની હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ લીક થવાની આ ઘટનામાં જ્યાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ છે.

મુંબઈ ફાયર વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે 8.15 વાગ્યે ગેસ લીકની ઘટનાની માહિતી ફાયર વિભાગને આપવામાં આવી હતી. મિથેનોલ અને સાયન્યુરિક ક્લોરાઇડ ગેસના લીકેજને કારણે આ ગેસ લીકની ઘટના બની હતી. જો કે આ દુર્ઘટના પાછળના કારણ વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી.

ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘાયલોને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 36 વર્ષીય રામનિવાસ સરોજ નામના ઇજાગ્રસ્તને તબીબોની ટીમે મૃત જાહેર કર્યો હતો. તે જ સમયે, અન્ય બે ઘાયલ રુબિન સોલકર અને સર્વાંશ સોનવણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Mumbai mumbai news kurla